FasTag: ટોલ પ્લાઝા પરથી પસાર થયા વિના જ કપાઈ જાય ટોલ ટેક્સ, તો શું કરવું? આ રીતે મળશે રિફન્ડ
ઘણી વખત તમારી કાર ઘરના પાર્કિંગમાં પડી હોય, તેમ છત્તા તમારા ફાસ્ટેગમાંથી ટોલ ટેક્સ કાપવામાં આવે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે જો આવું ક્યારેક તમારી સાથે પણ બને તો શું કરશો ચાલો જાણીએ

આ નવી યોજના વારંવાર FASTag રિચાર્જ કરવાની જરૂરિયાતને દૂર કરશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો પણ ઘટાડશે. આ પહેલ લાખો ખાનગી વાહન ચાલકો માટે મુસાફરીને ઝડપી, સરળ અને સારી બનાવશે.

ઘણી વખત તમારી કાર ઘરના પાર્કિંગમાં પડી હોય, તેમ છત્તા તમારા ફાસ્ટેગમાંથી ટોલ ટેક્સ કાપવામાં આવે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે જો આવું ક્યારેક તમારી સાથે પણ બને તો આ 3 રીતે તમે ખોટી રીતે કપાયેલા પૈસા પાછા મેળવી શકો છો.

ખોટી રીતે ડિડક્શન કેમ થાય છે જો તમને જણાવી કે વાસ્તવમાં, નિષ્ણાતો કહે છે કે ટોલ પ્લાઝા પર કોઈના વાહનનો ફાસ્ટેગ યોગ્ય રીતે વાંચવામાં ન આવે ત્યારે આવું થાય છે. આ પછી, ટોલ ઓપરેટર સિસ્ટમમાં વાહનની વિગતો મેન્યુઅલી ભરે છે. આ વિગતો ભરવામાં ભૂલને કારણે, જે લોકોના નંબર સિસ્ટમમાં ખોટી રીતે ભરાય જાય ત્યારે તેમના ટેગમાંથી પૈસા કાપવામાં આવે છે. ત્યારે હવે આમ થાય તો શું કરવું

કોલ દ્વારા ફરિયાદ: જો તમે કોલ દ્વારા ફાસ્ટેગમાંથી ખોટી રીતે ડિડક્શનની ફરિયાદ કરવા માંગતા હો, તો તમે 1033 હેલ્પલાઇન નંબર પર કૉલ કરી શકો છો. કોલ પર, તમારે ડિડક્શન સંબંધિત બધી માહિતી આપવી પડશે. આ પછી, IHMCL તમારી ફરિયાદની તપાસ કરશે અને જો ખોટી ડિડક્શન થશે, તો તમને રિફંડ આપવામાં આવશે. એટલું જ નહીં, જો આવું થાય, તો ટોલ ઓપરેટર પર એક લાખ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવે છે.

ઇમેઇલ દ્વારા ફરિયાદ: જો તમે ઇમેઇલ દ્વારા ફાસ્ટેગમાંથી ખોટીj રીતે ડિડક્શનની ફરિયાદ કરવા માંગતા હો, તો તમે બધી વિગતો સાથે falesdeduction@ihmcl.com પર ઇમેઇલ કરી શકો છો. આમાં, તમારે તમારા ફાસ્ટેગ આઈડી, વાહન નંબર, ખોટી રીતે ડિડકટ થયેલ રકમ સંબંધિત બધી માહિતી મોકલવી પડશે. આ પછી, તમારા રિફંડની પ્રક્રિયા શરૂ થશે.

બેંક અથવા ફાસ્ટેગ પ્રોવાઈડરને ફરિયાદ: જો તમે ફાસ્ટેગમાં ખોટી કપાત અંગે બેંક અથવા ફાસ્ટેગ પ્રદાતાને ફરિયાદ કરવા માંગતા હો, તો આ માટે તમે તેમની વેબસાઇટ અથવા ગ્રાહક સંભાળ અધિકારી સાથે વાત કરીને ટ્રાન્ઝેક્શન આઈડી, કપાતની તારીખ અને સમય, વાહન નંબર જેવી વિગતો સાથે કરી શકો છો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
