Stock Market : આ 5 સ્ટોક સોનાની ખાણ જેવા છે ! જેની પાસે હશે એ ભવિષ્યમાં માલામાલ થશે
ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સરકાર ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવવા જઈ રહી છે. આનો સીધો ફાયદો અલગ અલગ ડિફેન્સ કંપનીને મળી રહ્યો છે અને આગામી સમયમાં આ ક્ષેત્રમાં વધુ ગ્રોથની સંભાવના છે.

આજે માર્કેટમાં ભૂચાલ આવી ગયું છે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે 1 % નો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સમાચાર લખાઈ રહ્યા તે સમયે નિફ્ટી 50 24,644ની આસપાસ છે જ્યારે સેન્સેક્સ 80,371ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, ત્યારે આજે બજાર 1%થી વધારે ડાઉન ગયું છે.

સ્મોલ કેપમાં પણ ઘણા શેર હાઈ તો ઘણા ડાઉન પર રહ્યા છે આ 1 વર્ષ દરમિયાન સ્મોલ કેપના lauras labs 93% ચમક્યો છે આ સિવાય amber ent 81%, grse 60%, aster dm 55%, sagility 50% વધ્યા છે.

ત્યારે આ ઘટાડા અને વધારાના માર્કેટ વચ્ચે આ 1 વર્ષમાં નિફ્ટીના હીરો બનેલા લાર્જ કેપ શેર Elcher Motors છે જે 38% વધ્યો છે. આ સિવાય BEL જે 37% વધ્યો છે. Bajaj finance જે 31% વધ્યો, Maruti Suzuki 20% વધ્યો અને ETENAL પણ 19% વધ્યો છે. જ્યારે આ 1 વર્ષ દરમિયાન ઝીરો એટલે સારુ પરફોર્મ ના કરેલા શેરમાંથી IndusInd bank જે 49% ઘટ્યો, Trent જે 40% , tata motos 33%, tcs 31% અને Bajaj auto 30% ઘટ્યા છે.

ત્યારે સ્મોલ કેપમાં લૂઝર રહ્યા હોય તેવા શેર પણ ઘણા છે જેમાંથી Tejas Network 52%, hfcl 49%, ramkrishna forgings 47%, sonata software 41% અને Natco pharma 40% ડાઉન ગયા છે.

જ્યારે મિડકેપમાં સૌથી ખરાબ પરફોર્મ કરતા શેર ola electric 45% ઘટ્યો છે, Sona blw 44%, colgate-palmoive 40%, tata tech 39% અને godrag properties 38% ઘટી ગયો છે. આ એક વર્ષ દરમિયાન મિડકેપમાં રિર્ટન -4.7%નું રહ્યું છે જ્યારે પોઝિટિવ શેર 36 રહ્યા અને 10%થી વધારે ડાઉન રહેલા શેર આ વર્ષ દરમિયાન 46 રહ્યા છે.

બજારમાં રેકોર્ડ હાઈનો એક વર્ષ પુરો થઈ ગયો છે. 24 સપ્ટેમ્બર 2024થી સ્મોલ કેપે -6.6% રિટર્ન આપ્યું છે. જ્યારે પોઝિટિવ શેર 33 રહ્યા અને 10%થી વધારે નીચે ગયેલા શેર 56 રહ્યા છે
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
