ટાટા ગૃપની આ કંપનીનો આવી રહ્યો છે IPO, વિમેન્સ પ્રીમિયર લીગના ઓક્શનમાં કંપનીએ કર્યું પ્રમોશન
ટાટા કેપિટલ કે જે ટાટા ગ્રૂપની ફાઈન્સિયલ સર્વિસ ક્ષેત્રમાં કાર્યરત છે જેમને જાહેરાત કરી હતી કે તેઓ વિમેન્સ પ્રીમિયર લીગની ટાઈટલ સ્પોન્સરશિપમાં સામેલ થશે જેના માટે ટાટા ગ્રૂપ ટાઈટલ સ્પોન્સર છે અને ટાટા મોટર્સ અન્ય બ્રાન્ડ હશે. ટાટા ગ્રુપ પાસે WPL માં વર્ષ 2027 સુધી 5 સીઝન માટે સ્પોન્સરશીપ રહેશે.

ટાટા કેપિટલ કે જે ટાટા ગ્રૂપની ફાઈન્સિયલ સર્વિસ ક્ષેત્રમાં કાર્યરત છે જેમને જાહેરાત કરી હતી કે તેઓ વિમેન્સ પ્રીમિયર લીગની ટાઈટલ સ્પોન્સરશિપમાં સામેલ થશે જેના માટે ટાટા ગ્રૂપ ટાઈટલ સ્પોન્સર છે અને ટાટા મોટર્સ અન્ય બ્રાન્ડ હશે.

ટાટા ગ્રુપ પાસે WPL માં વર્ષ 2027 સુધી 5 સીઝન માટે સ્પોન્સરશીપ રહેશે. Tata WPL ની પહેલી સિઝન 4 માર્ચથી 26 માર્ચ, 2023 વચ્ચે યોજાઈ હતી.

ટાટા કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજીવ સભરવાલે આ અંગે જણાવ્યું હતું કે, અમને વિમેન્સ પ્રીમિયર લીગ સાથે જોડાઈને આનંદ થાય છે. ભારતમાં મહિલાઓની રમત વધારે લોકપ્રિય બની રહી છે. WPL માટે BCCI સાથેની અમારી ભાગીદારી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષીને મહિલા ક્રિકેટને પ્રોત્સાહિત કરવાની તક પૂરી પાડવામાં મદદ કરશે.

ટાટા ટેકનોલોજીસના IPO બાદ હવે ટાટા ગૃપ ટાટા કેપિટલનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ટાટા ગ્રુપ આગામી 2025 માં ટાટા કેપિટલ માટે IPO લાવવાની તૈયારી કરી રહ્યુ છે અને તેના બોર્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ યોજાયેલા વિમેન્સ પ્રીમિયર લીગના ઓક્શનમાં ટાટા કેપિટલના ડિજીટલ હેડ એબોન્ટી બેનર્જી હાજર રહ્યા હતા. તેમણે ઓક્શનના પહેલા રાઉન્ડમાં ઓક્શનના સામેલ થયેલા 10 પ્લેયરના નામનું સિલેકશન કર્યું હતું.
