Stock Market: આવતા અઠવાડિયે 14 કંપની ડિવિડન્ડ આપશે! રોકાણકારોએ આ તક ના ચૂકવી જોઈએ, તમારી પાસે આ સ્ટોકસ છે કે પછી…?
ઘણી કંપનીઓ આવતા અઠવાડિયે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા માટે તૈયાર છે. એવામાં કેટલીક કંપનીઓ તેમના રોકાણકારોને ડિવિડન્ડ પણ વહેંચી શકે છે.

ઘણી કંપનીઓ આવતા અઠવાડિયે બોર્ડ મીટિંગ્સ યોજી રહી છે અને તેમાંથી મોટાભાગની કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. વધુમાં કેટલીક કંપનીઓ પરિણામ સાથે ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી શકે છે. મળતી માહિતી મુજબ, 14 થી વધુ કંપનીઓ ડિવિડન્ડ આપવા પર વિચાર કરશે.

Ajanta Pharma ની બોર્ડ મીટિંગ 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. હેલ્થકેર કંપની તેના ત્રિમાસિક પરિણામો સાથે વચગાળાના ડિવિડન્ડ પર પણ વિચાર કરશે. બીજીબાજુ Godfrey Phillips India ની બોર્ડ મીટિંગ પણ 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ FMCG કંપની પણ તેના ત્રિમાસિક પરિણામો સાથે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે.

પાવર સેક્ટરની કંપની Power Grid Corporation 3 નવેમ્બરના રોજ તેના પરિણામો રજૂ કરશે. બોર્ડ તે જ દિવસે વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરી શકે છે. વધુમાં Route Mobile ની બોર્ડ મીટિંગ પણ 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. કંપની પરિણામો સાથે વચગાળાના ડિવિડન્ડની કરશે, તેવી શક્યતા છે.

Mafatlal Industries ની બોર્ડ મીટિંગ 4 નવેમ્બરના રોજ યોજાવાની છે. ટેક્સટાઇલ કંપની આ દિવસે તેના પરિણામો રજૂ કરશે અને વચગાળાના ડિવિડન્ડ પર નિર્ણય લેશે. આ સાથે જ Metropolis Healthcare ની બોર્ડ મીટિંગ 4 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ દિવસે પરિણામો રજૂ કરવામાં આવશે અને કંપની વચગાળાના ડિવિડન્ડનું એલાન કરશે, તેવી સંભાવના છે.

Siyaram Silk Mills આવતા અઠવાડિયે 4 નવેમ્બરના રોજ તેના પરિણામો જાહેર કરશે અને તેની સાથે વચગાળાના ડિવિડન્ડ પર પણ નિર્ણય લઈ શકે છે. Astral ની બોર્ડ મીટિંગ 5 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ દિવસે કંપની દ્વારા પરિણામો રજૂ કરવામાં આવશે અને વચગાળાના ડિવિડન્ડ પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

D-Link (India) Information Technology આવતા અઠવાડિયે 5 નવેમ્બરના રોજ તેના પરિણામોની સાથે વચગાળાના ડિવિડન્ડ પર નિર્ણય લઈ શકે છે. Gujarat Pipavav Port ની બોર્ડ મીટિંગ 5 નવેમ્બરના રોજ યોજાવાની છે. કંપની પરિણામો રજૂ કરશે અને વચગાળાના ડિવિડન્ડ પર નિર્ણય લઈ શકે છે.

ઓટો કમ્પોનન્ટ કંપની Amara Raja Energy & Mobility, એન્જિનિયર્ડ સોલ્યુશન્સ કંપની Pricol અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની Symphony ની બોર્ડ મીટિંગ 6 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ દિવસે ત્રણેય કંપની દ્વારા પરિણામો રજૂ કરવામાં આવશે અને વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવશે, તેવી સંભાવના છે.

Bayer CropScience ની બોર્ડ મીટિંગ 7 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ તારીખે કંપની પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
