IPO માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, આ કંપનીનો આઈપીઓ ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થયું 100 ટકા
IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે બપોરે 2 વાગ્યા સુધી કંપનીનો IPO 6.03 ગણો સબસ્ક્રાઇબ થયો છે. કંપનીને 1,65,42,400 શેર માટે અરજીઓ મળી છે, જ્યારે આઈપીઓ દ્વારા 27,42,400 શેર વેચવામાં આવશે.

પૂણે ઈ-સ્ટોક બ્રોકિંગનો IPO આજે 7 માર્ચથી ખુલ્યો છે. આ એક SME IPO છે, જેમાં 12 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. કંપનીના શેરનું લિસ્ટિંગ શેરબજારમાં 15 માર્ચે થશે. IPO માં શેરનો પ્રાઈસ બેન્ડ 78 થી 83 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

SME IPO હોવાથી તેમાં લોટ સાઈઝ 1600 શેરનો રાખવામાં આવ્યો છે. એટલે તમારે ઓછામાં ઓછા 1600 શેર માટે અરજી કરવી પડશે. પૂણે ઈ-સ્ટોક બ્રોકિંગ કંપની IPO દ્વારા 38.23 કરોડ રૂપિયા એકત્ર કરશે.

IPO વોચ અનુસાર, પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ કંપનીનો GMP 80 રૂપિયા છે. તેનો મતલબ એ છે કે તેના શેર આઈપીઓના ભાવ કરતા 80 રૂપિયા ઉપર શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે. જો તેના ઈશ્યુ પ્રાઈસ 83 મૂજબ ગણતરી કરીએ તો શેરના હાલના જીએમપીના આધારે લિસ્ટિંગ પર રોકાણકારોના નાણાં બમણા થઈ શકે છે. રોકાણ કરતા પહેલા ધ્યાન રાખો કે લિસ્ટિંગ સુધીમાં GMP માં વધઘટ થઈ શકે છે.

પૂણે ઈ-સ્ટોક બ્રોકિંગના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે બપોરે 2 વાગ્યા સુધી કંપનીનો IPO 6.03 ગણો સબસ્ક્રાઇબ થયો છે. કંપનીને 1,65,42,400 શેર માટે અરજીઓ મળી છે, જ્યારે આઈપીઓ દ્વારા 27,42,400 શેર વેચવામાં આવશે.

કંપની મુખ્યત્વે તેના ગ્રાહકોને ટ્રેડ્સ જેમાં ઈક્વિટી, ફ્યુચર અને ઓપ્શન્સ, કરન્સી અને કોમોડિટી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેના ગ્રાહક આધારમાં અધિકૃત વ્યક્તિઓ તેમજ સીધા ગ્રાહકોનો સમાવેશ થાય છે. માર્ચ 2023 સુધીમાં કુલ ગ્રાહકો 60,640 હતા. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
