FirstCry કંપનીનો આવી રહ્યો છે IPO, આઈપીઓ લોન્ચ થતાની સાથે જ આ વ્યક્તિ બની જશે 4,82,79,00,000 રૂપિયાના માલિક!
બ્રેઈનબીસ સોલ્યુશન્સ લિમિટેડે Firstcry ના IPO માટે બજાર નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યું છે. પૂણે સ્થિત કંપનીના આઈપીઓમાં 1,816 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર્સ જાહેર કરવામાં આવશે અને કંપનીના શેરધારકો દ્વારા 5,43,91,592 શેરનું વેચાણ OFS દ્વારા કરવામાં આવશે.

સુપમ મહેશ્વરીની આગેવાની હેઠળની કંપની નવા આધુનિક સ્ટોર્સ, વેરહાઉસ ખોલવા અને હાલના આધુનિક સ્ટોર્સ પર લીઝ ચૂકવણી કરવા માટે IPO દ્વારા એકત્ર કરેલા રૂપિયાનો ઉપયોગ કરશે. કંપની કેટલાક નાણા તેની પેટાકંપની ફર્સ્ટક્રી ટ્રેડિંગ ફોર ઓવરસીઝમાં રોકાણ કરશે, જેના દ્વારા તેઓ સાઉદી અરેબિયામાં નવા સ્ટોર્સ અને વેરહાઉસ ખોલશે.

ફર્સ્ટક્રાયના સહ-સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર અમિતાવ સાહા છે. SEBI માં જમા કરાવેલા ડોક્યુમેન્ટ્સ મૂજબ તેમની પાસે કંપનીના 9,655,800 શેર છે, જેનો ભાવ 0.01 રૂપિયા છે એટલે કે માત્ર 1 પૈસા.

અન્ય એક ઈન્વેસ્ટર Pratithi Investment Trust પાસે કંપનીના 1,569,015 શેર છે, જેનો ભાવ પ્રતિ શેર 359.63 રૂપિયા છે. આ ભાવ મૂજબ એવું લાગી રહ્યુ છે કે કંપનીનો જ્યારે IPO લોન્ચ થશે ત્યારે તેનો પ્રાઈસ બેન્ડ અંદાજે 500 રૂપિયા હોઈ શકે.

ફર્સ્ટક્રાયના સહ-સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર અમિતાવ સાહા પાસે કંપનીના 9,655,800 શેર છે. તેથી જો 500 રૂપિયા અનુસાર ગણતરી કરીએ તો આ શેરની વેલ્યુ અંદાજે 4,82,79,00,000 રૂપિયા એટલે કે 483 કરોડ રૂપિયા થઈ જશે.