boAt કંપનીનો IPO વર્ષ 2025માં આવશે, આઈપીઓ આવ્યા પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે અને ક્યાંથી ખરીદવા
ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt ના સહ-સ્થાપક અમન ગુપ્તા જણાવ્યું હતું કે, કંપનીને શેરબજારમાં લિસ્ટિંગ માટે ઉતાવળ કરવી નથી અને IPO FY 25-FY 26 માં આવી શકે છે. boAt નો IPO વર્ષ 2025માં આવશે એટલે કે તેમાં સમય લાગશે, પરંતુ તમે તે પહેલા જ તેના શેર ખરીદો શકો છો.

ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt ના સહ-સ્થાપક અમન ગુપ્તા જણાવ્યું હતું કે, કંપનીને શેરબજારમાં લિસ્ટિંગ માટે ઉતાવળ કરવી નથી અને IPO FY 25-FY 26 માં આવી શકે છે. તેમણે કહ્યું કે, તેમનું સ્ટાર્ટઅપ અત્યારે સારી રીતે મૂડીકૃત છે.

boAt નો IPO વર્ષ 2025માં આવશે એટલે કે તેમાં સમય લાગશે, પરંતુ તમે તે પહેલા જ તેના શેર ખરીદો શકો છો. આ શેરની જો ખરીદી અત્યારથી જ કરવામાં આવે તો ભવિષ્યમાં રોકાણકારોને સારૂ રિટર્ન આપી શકે છે.

તમે boAt કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સ્ટોરીના અંતમાં એક લિંક આપવામાં આવી છે.

boAt ના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા અને ભાવ 989 રૂપિયા છે. કુલ 11 શેરની ખરીદી કરવા માટે તમારે 10,879 રૂપિયા ચૂકવવા પડશે. સ્ટેમ્પ ડ્યુટી અને ટ્રાન્સેકશન ફી મળીને કુલ 11098.21 રૂપિયા આપવાઅ પડશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકો છો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

તેના માટે તમે ઓનલાઈન UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
