Surti Locho Recipe : દક્ષિણ ગુજરાતની આનબાન શાન એવો સુરતી લોચો ઘરે બનાવો, જાણો રેસિપી
ગુજરાતમાં ચણાના લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારે સુરતનો ફેમસ લોચો ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

સુરતી લોચો સુરતમાં જ નહીં ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. લોચો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે.

સુરતી લોચો બનાવવા માટે ચણાની દાળ, અડદની દાળ, હળદર, ઈનો, લીલા મરચા, આદું, ઝીણી સેવ, તેલ, લીલી ચટણી, મીઠું સહિતની વસ્તુની જરુર પડશે.

સૌથી પહેલા ચણાની દાળ અને અડદની દાળને સ્વચ્છ પાણીથી ધોઈને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો. દાળ પલળી જાય ત્યારબાદ મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ બનાવી લો.

હવે પૌઆને 1 મિનિટ પાણીમાં પલાળી પેસ્ટ બનાવી લો. જેને દાળના બેટરમાં ઉમેરી આથો લાવવા માટે 8 કલાક રેસ્ટ કરવા મુકો.

ત્યારબાદ આદુ-મરચાની પેસ્ટ, લીલા મરચા, કાળા મરી, લીલા મરચા, કાળા મરી, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે સ્ટીમરમાં પાણી ઉકળવા મુકો. ત્યારબાદ એક પ્લેટમાં તેલ લગાવી બેટર ઉમેરો.

હવે આ બેટરને આશરે 20 મિનિટ સુધી થવા દો. છરી નાખી તમે ચેક કરી શકો છો. જો છરીમાં લોચો ચોંટી ન જાય તો લોચો ખાવા માટે તૈયાર છે.

હવે ગરમા ગરમ લોચાને એક પ્લેટમાં કાઢી લો. તેના ઉપર તેલ, લીલા ધાણાની ચટણી અને ઝીણી સેવ નાખી સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
