Business Idea: ₹30,000ના રોકાણથી દર મહિને મેળવો ₹55,000નો ચોખ્ખો નફો!
આજના ફાસ્ટ પેસ જમાનામાં ઈવેન્ટ ડેકોરેશનનું કાર્ય ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. ખાસ કરીને નાના ફંકશનો માટે તો ડેકોરેશન સર્વિસની માંગ ખૂબ જ વધી રહી છે. બર્થડે, એનિવર્સરી, નામકરણ, બેબી શાવર અને ગૃહપ્રવેશ જેવા નાના ફંક્શનમાં ઈવેન્ટ ડેકોરેટર્સની માંગ વધી છે.

ઈવેન્ટ ડેકોરેશનનો બિઝનેસ આજના જુવાનિયો માટે એક સારી તક છે. આ બિઝનેસમાં ઓછી મૂડીએ તમે સારી કમાણી કરી શકો છો. તો ચાલો જાણીએ, ઈવેન્ટ ડેકોરેશનનો બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરવો.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ખાસ ડિગ્રીની જરૂર નથી. બસ તમારી પાસે ક્રિએટિવિટીની ભરમાર હોવી જરૂરી છે. તમે શરૂઆતમાં ઘરના સભ્યો સાથે અથવા 1-2 સ્ટાફ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો.

બિઝનેસ શરૂ કરવા માટે પહેલા તમારે બિઝનેસનું નામ નક્કી કરવાનું રહેશે. ત્યારબાદ તેનું MSME/Udyam રજિસ્ટ્રેશન કરાવો. જો તમે નગરપાલિકા વિસ્તારમાં છો, તો ટ્રેડ લાઇસન્સ પણ લેવું જરૂરી છે. આ સિવાય તમારે GST નંબર પણ લેવો પડશે.

આ બિઝનેસ મિનિમમ રૂ. 30,000 થી 1 લાખ સુધીના રોકાણથી શરૂ કરી શકાય છે. શરૂઆતમાં તમારે ફોલ્ડિંગ સ્ટેજ, ડ્રેપિંગ મટિરિયલ, લાઈટિંગ, બ્લૂન ડેકોર, ફ્રેશ ફ્લાવર્સ, રાઉન્ડ ટેબલ કવર, ચેર કવર જેવી સામગ્રી ખરીદવી પડશે.

નફાની વાત કરીએ તો, એક નાનાં ફંક્શનના ઇવેન્ટ ડેકોરેશનમાં તમને ઓછામાં ઓછો રૂ. 5,000 થી 20,000 સુધીનો નફો મળી શકે છે. જો તમે મહિને 8-10 ઇવેન્ટ પકડો તો તમે મહિને રૂ. 50,000થી વધુનો નફો પણ કમાઈ શકો છો. આ સિવાય તમે ઓર્ગેનિક માર્કેટિંગ, સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને ગ્રાહકો દ્વારા મળતા રેફરન્સથી તમારો બિઝનેસ વધારી શકો છો.

ઈવેન્ટ બિઝનેસમાં તમારે ડીજે, ફોટોગ્રાફર, કેટરિંગ સર્વિસ વાળાઓ સાથે પણ કોલેબોરેશન કરવું પડશે. આ બિઝનેસમાં ક્રિએટિવિટી અને વિશ્વાસ જ સૌથી મોટો મૂડીરૂપ છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
