પ્રો કબડ્ડી લીગ – કોણ છે સોનુ જગલાન જેણે ગુજરાત જાયન્ટ્સને હારેલી મેચ જીતાડી
પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન આજથી એટલે કે 2 ડિસેમ્બર 2023થી શરૂ થઈ છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેનાથી શરૂ કરીને દેશભરના 12 શહેરોમાં આ સિઝનનું આયોજન કરાયું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઈ. જેમાં ગુજરાત જાયન્ટ્સના ખેલાડી સોનુ જગલાને બાજી પલટી છે. 38-32 થી ગુજરાત જાયન્ટ્સની જીત થઈ છે.

ભારતની સૌથી પ્રિય રમત, કબડ્ડી, પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન આજે એટલે કે 2જી ડિસેમ્બરથી શરૂ થઈ છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દિવસની પહેલી મેચ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે આજે તેલુગુ ટાઈટન્સ સામે થઈ હતી.

ફેઝલ અત્રાચલી ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન છે જ્યારે તેલુગુ ટાઈટન્સની ટીમના કેપ્ટન પવન સહેરાવત છે.

આજની પહેલી મેચ સેકન્ડ હાફ માં રોમાંચક બની હતી. જેમાં સોનું જગલાન આજનો હીરો રહ્યો હતો. કારણ કે પહેલા ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઈટન્સમાં 13-16 નો સ્કોર હતો જે સોનુંની સુપર રેડ બાદ 18-16 થયો હતો. કારણ કે તેને રેડ દરમ્યના 5 પોઈન્ટ મેળવ્યા હતા.

સોનુ જગલાનના પરિવારના તેના પિતા, એક ખેડૂત છે અને તેના ભાઈ, આર્મીમેન અને કબડ્ડી પ્લેયર છે. તેમણે જીવનમાં પોતાનું સૂત્ર બનાવ્યું? પોતાના વિશે વિચાર્યા વિના દેશની સેવા કરવી. આ ફિલસૂફીને વ્યવહારમાં વિકસાવીને, સોનુએ કબડ્ડીમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પોતાનું મન બનાવ્યું.

તેમણે તેમના પિતા અને ભાઈની નીચે હરિયાણાના સોનીપતમાં તેમના ગામમાં તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું. કાદવવાળું મેદાનમાં તાલીમ મેળવી ઉત્સાહિત સોનુ ઇચ્છે છે કે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ આ વર્ષની લીગ જીતે. જોકે આજની પહેલી જ મેચમાં તેને આ કરી બતાવ્યુ.

સોનુએ સિનિયર લેવલ ચેમ્પિયનશિપ અને યુનિવર્સિટી લેવલની સ્પર્ધાઓમાં પણ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. 11 વર્ષની નાની ઉંમરથી જ સોનુ જાણતો હતો કે રમતગમતમાં સન્માન અને ઓળખ મેળવવા માટે નિઃસ્વાર્થ બનીને ટીમ માટે રમવાનું વિચાર્યું હતું.

ગુજરાત જાયન્ટ્સ ફર્સ્ટ હાફમાં પાછળ હતી. ટોટલ પોઈન્ટની વાત કરવામાં આવે તો ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઈટન્સનો સ્કોર 13-16 હતો. જ્યારે રેડ 7-10 હતી. ટેકલ પોઈન્ટની વાત કરવામાં આવે તો 5-5 એટ્લે કે સમાન હતા. અને બંને ટીમને 1-1 એકસ્ટ્રા પોઈન્ટ મળ્યા હતા.

ગુજરાત જાયન્ટ્સના સોનું જગલાને 11 પોઈન્ટ મળ્યા છે. જેમાં 8 જેટલી સફળ રેડ કરી છે. જોકે તેની 6 જેટલી રેડ ખાલી ગઈ હતી. PKLના ઈતિહાસમાં ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ 8 વખત સામસામે આવી ચુક્યા છે.ગુજરાત જાયન્ટ્સે 7 વખત જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે તેલુગુ ટાઇટન્સ એક સમયે જીતવામાં સફળ રહી છે