વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાની નજર હવે ડાયમંડ લીગ પર, જાણો આજે ક્યાં જોઈ શકાશે LIVE મેચ
Neeraj Chopra Diamond league 2023 : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા માટે તૈયાર છે. નીરજ ચોપરા 31 ઓગસ્ટ, ગુરુવારે ઝ્યુરિચ ડાયમંડ લીગ 2023માં મેદાનમાં પરત ફરશે. ગોલ્ડ મેડલ જીત્યાના 5 દિવસની અંદર જ નીરજ ચોપરા ફરી એક્શનમાં જોવા મળશે.

સ્ટાર ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરા ઝુરિચ ડાયમંડ લીગ 2023 મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટમાં ભાગ લેશે. આ ઉપરાંત ભારત તરફથી મુરલી શ્રીશંકર પણ ભાગ લેશે. તે ઝ્યુરિચમાં લોગ જમ્પ સ્પર્ધામાં ભાગ લેશે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા માટે તૈયાર છે. નીરજ ચોપરા 31 ઓગસ્ટ, ગુરુવારે ઝ્યુરિચ ડાયમંડ લીગ 2023માં મેદાનમાં પરત ફરશે. ગોલ્ડ મેડલ જીત્યાના 5 દિવસની અંદર જ નીરજ ચોપરા ફરી એક્શનમાં જોવા મળશે.

ઝુરિચ ડાયમંડ લીગ 2023માં ભાલા ફેંકની સ્પર્ધા 31 ઓગસ્ટ, ગુરુવારે રમાશે. ભાલા ફેંક ઈવેન્ટ સ્થાનિક સમય (ઝુરિચ) 20:42 PM અને IST (1 સપ્ટેમ્બર) મધરાત્રે 12:12 વાગ્યે શરૂ થશે.

ભાલા ફેંક અને લોગ જમ્પ બંને ઝુરિચના લેઝીગ્રુન્ડ સ્ટેડિયમમાં રમાશે. ચાહકો સ્પોર્ટ્સ 18 ચેનલ પર નીરજ ચોપરા અને મુરલી શ્રીશંકર બંનેને લાઈવ એક્શનમાં જોઈ શકાશે.

ફેન્સ નીરજ ચોપરા અને મુરલી શ્રીશંકર બંનેને JioCinema વેબસાઈટ અને એપ પર લાઈવ એક્શનમાં જોઈ શકશે.