AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 વર્ષનો હતો પિતાનું નિધન થયું, પેરિસ ઓલિમ્પિકમાં રોઇંગમાં ભાગ લેનાર એક માત્ર ખેલાડી બલરાજ પંવારના પરિવાર વિશે જાણો

ઓલિમ્પિક 2024માં ભારતીય રોઇંગ એથ્લેટ બલરાજ પંવાર રેપેચેજ રાઉન્ડમાં 7:12.41 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહ્યો અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. તો આજે આપણે બલરાજ પંવારના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Aug 04, 2024 | 10:39 AM
Share
ભારત જેવા દેશ માટે રોઈંગની રમત તદ્દન નવી છે. આ રમતમાં ભારતના સ્ટાર એથ્લેટ બલરાજ પંવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તે રોઈંગની ખેલાડી હતો.

1 / 16
ભારતના બલરાજ પંવારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં પુરુષોની સિંગલ સ્કલ્સ રોઇંગ ઇવેન્ટમાં 23મું સ્થાન મેળવ્યું હતું.

2 / 16
હરિયાણાના કરનાલના કૈમલા ગામના રહેવાસી બલરાજ પંવારના પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમનું જીવન સરળ નહોતું. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. આ સ્થાન સુધી પહોંચવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

3 / 16
બલરાજ પંવારે 2020માં તેની રોઇંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 40મી અને 41મી સિનિયર નેશનલ રોઈંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે. તેણે ગોવામાં યોજાયેલી 37મી નેશનલ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.

4 / 16
બલરાજે જણાવ્યું કે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે તે દરરોજ 30 કિલોમીટર રોઈંગની પ્રેક્ટિસ કરતો હતો. તો તેના પરિવાર અને કરિયર વિશે જાણીએ.

5 / 16
બલરાજની માતાએ તેને અને તેના ચાર ભાઈ-બહેનોનો ઉછેર દૂધ વેચવા, શાકભાજી વેચવાનું અને કન્સ્ટ્રક્શન સાઈટ અને ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરવા સહિત વિવિધ કામો કરી ચૂકી છે.

6 / 16
જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેમના પિતા રણધીરનું અવસાન થયું હતું અને તેમની માતા કમલાએ તેમને અને અન્ય ચાર ભાઈ-બહેનોના ભરણપોષણ માટે ખુબ મહેનત કરી છે.બલરાજ તે પરિણીત છે અને તેને એક બાળકનો પિતા છે.

7 / 16
2024 વર્લ્ડ એશિયન અને ઓશનિયન ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રેગાટામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  આ પહેલા તેણે 2022 નેશનલ ગેમ્સ અને 2023 નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

8 / 16
બલરાજ પંવારનો જન્મ હરિયાણાના કૈમલા ગામમાં  થયો હતો.તેમના પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે ભારતીય સેનામાં જોડાયો હતો. બલરાજ ભારતીય સેનાનો જવાન પણ છે.

9 / 16
તેઓ સૌપ્રથમ બંગાળ એન્જીનિયરીંગ ગ્રુપમાં નિયુક્ત થયો હતો. તે ઓક્ટોબર 2021થી પુણે ખાતે આર્મી ટ્રેનિંગ નોડ ખાતે ઓલિમ્પિકની તૈયારી કરી હતી. તે રાષ્ટ્રીય કોચ ઈસ્માઈલ બેગ અને 2008 ઓલિમ્પિયન બજરંગ લાલ તખાર હેઠળ તાલીમ લીધી હતી.

10 / 16
પંવારે 21 એપ્રિલ 2024ના રોજ સાઉથ કોરિયાના ચુંગજુમાં એશિયા-ઓસેનિયા ઓલિમ્પિક ક્વોલિફિકેશન રોઇંગ સ્પર્ધામાં 2024 પેરિસ ઓલિમ્પિક માટે રોઇંગમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક ક્વોટા બુક કરવા માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

11 / 16
  તે ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ 2022 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી શક્યો ન હતો. તેણે જુલાઈ 2023માં એશિયન ગેમ્સ પહેલા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો.

12 / 16
સેનામાં, તેની 6 ફૂટની ઊંચાઈને કારણે તેને રોઈંગ માટે લેવામાં આવ્યો હતો અને તેણે તેના પ્રથમ પ્રયાસમાં જ બટાલિયન રેગાટા જીતી હતી.

13 / 16
બલરાજ પંવાર, પેરિસ 2024માં ભારતના એકમાત્ર રોઅર પુરુષોની સિંગલ્સ સ્કલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો. 25 વર્ષીય આર્મી મેન રિપેચેજમાં 7:12.41 સાથે મોનાકોના ક્વેન્ટિન એન્ટોગાનેલીને પાછળ રાખીને બીજા સ્થાને રહ્યો હતો.

14 / 16
બલરાજની પત્ની સોનિયાનું કહેવું છે કે બલરાજ સખત મહેનત કરીને પોતાની ઊંચાઈએ પહોંચ્યા છે. ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવા માટે તે ત્રણ વર્ષથી સખત મહેનત કરી હતી.

15 / 16
બલરાજના ભાઈ સંદીપ કહે છે કે તેમના ભાઈને નાનપણથી જ રમતગમતમાં રસ છે અને તે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે અથાક મહેનત કરે છે. તેના કારણે તેણે ઓલિમ્પિક સુધીની સફર કરી છે.

16 / 16
g clip-path="url(#clip0_868_265)">