AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારમાં 10 લોકોના મોત

સાઉથ આફ્રિકામાં ફરી એક ગોળીબારની ઘટના સામે આવી છે. જોહાનિસબર્ગ ટાઉનશીપમાં 10 લોકોના મૃત્યું થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.

Breaking News : સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારમાં 10 લોકોના મોત
| Updated on: Dec 21, 2025 | 12:07 PM
Share

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જોહાનિસબર્ગના પશ્ચિમમાં સ્થિત બેક્કર્સડાલ ટાઉનશિપમાં રવિવારના રોજ કેટલાક લોકોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અંદાજે રાત્રે 1 કલાકે આ હુમલો થયો છે. આ હુમલામાં અંદાજે 20 લોકોને ગોળી વાગી છે. જેમાંથી 10ના મૃત્યું થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ હુમલો જોહાનિસબર્ગથી અંદાજે 40 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં થયો છે. પોલીસનું કહેવું છે કે, ગોળીબારનું કારણ સ્પષ્ટ થયું નથી. એક નિવેદનમાં પોલીસે કહ્યું હતુ કે, કેટલાક પીડિતોને અજાણ્યા બંદૂકધારીઓએ રસ્તા પર ગોળી મારી  હતી.

સોનાની ખાણો નજીક ગોળીબાર

ગૌટેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ હજુ પણ પીડિતોની ઓળખ કરવા માટે કામ કરી રહ્યા છે. સાઉથ આફ્રિકાની કેટલીક મુખ્ય સોનાની ખાણોની નજીક આવેલા ગરીબ વિસ્તાર બેકર્સડાલમાં એક બાર પાસે ગોળીબાર થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર એવા સ્થળે થયો હતો જ્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો હતો.

12 લોકોએ ફાયરિંગ કર્યું

પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, એક સિલ્વર સેડાન અને અન્ય કારમાં અંદાજે 12 લોકો આવ્યા હતા. આ ગોળીબાર બેક્કર્સડાલમાં એક બારની પાસે થયો છે.અગાઉ 6 ડિસેમ્બરના રોજ, બંદૂકધારીઓએ રાજધાની પ્રિટોરિયા નજીક એક હોસ્ટેલમાં હુમલો કર્યો હતો, જેમાં ત્રણ વર્ષના બાળક સહિત 12 લોકો માર્યા ગયા હતા. 63 મિલિયનની વસ્તી ધરાવતા સાઉથ આફ્રિકામાં ગુનાખોરીનો દર ઊંચો છે અને તે વિશ્વના સૌથી વધુ હત્યા દરોમાંનો એક છે.

દરમિયાન, એ નોંધનીય છે કે, પોલીસે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગેરકાયદેસર દારૂની દુકાનો પર મોટી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે  આવા 12,000 સ્થળો બંધ કરાવ્યા હતા અને 18,000 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના 2023-24ના ડેટા અનુસાર, સાઉથ આફ્રિકામાં વિશ્વમાં સૌથી વધુ હત્યા દર છે, જે દર 100,000 લોકો દીઠ 45 છે.

સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">