Swiggy IPO : સ્વિગીના શેરની શરુઆત તો શાનદાર, સ્ટોક 8% વધ્યો, પણ જેઓ પૈસાનું રોકાણ કરશે તેમને નફો મળશે કે નિરાશા મળશે? જાણો પુરેપુરી ખબર

Swiggy IPO : Swiggy IPO Listing : સ્વિગીના શેર NSE પર રૂપિયા 390 ની IPO કિંમત સામે શેર દીઠ રૂપિયા 420 ના ભાવે ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત સ્વિગીના શેર BSE પર રૂપિયા 412 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા.

| Updated on: Nov 13, 2024 | 2:18 PM
Swiggy IPO આજે લિસ્ટ થશે. કંપનીનો રૂપિયા 11,327 કરોડનો આઇપીઓ આ વર્ષનો બીજો સૌથી મોટો ઇશ્યૂ છે. આ IPO 3.59 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો દ્વારા તે 1.14 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું, જ્યારે સંસ્થાકીય રોકાણકારોએ વધુ રસ દાખવ્યો હતો. જ્યારે QIB એ 6 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું છે અને ઉચ્ચ નેટવર્થ રોકાણકારોએ આ IPO 40 ટકા સબસ્ક્રાઇબ કર્યું છે. એકંદરે સ્વિગી આઈપીઓ માટે રોકાણકારોનો પ્રતિસાદ હળવો હતો. 2014 માં સ્થપાયેલી સ્વિગીએ ભારતમાં 2,00,000 થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે ભાગીદારી કરી છે અને તે Zomato, Amazon અને Tata BigBasket જેવા સ્પર્ધકોને ટક્કર આપી રહી છે.

1 / 6
સ્વિગીના શેર બુધવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 7.69 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. શેર NSE પર રૂપિયા 390 ની IPO કિંમત સામે શેર દીઠ રૂપિયા 420 ના ભાવે ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત સ્વિગીના શેર BSE પર રૂપિયા 412 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. જે IPO કિંમતના 5.6 ટકાનું પ્રીમિયમ છે. બાદમાં તે વધીને 419.95 રૂપિયા થઈ ગયો હતો. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 89,549.08 કરોડ હતું. લિસ્ટિંગ પછી તરત જ સ્વિગીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્વિગીનું પ્રારંભિક ટ્રેડિંગનું પરફોર્મન્સ જોતા બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

2 / 6
નબળા બજારમાં લિસ્ટિંગ થઈ રહ્યું છે : સ્વિગીનું લિસ્ટિંગ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે નબળા ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક ફંડ્સ દ્વારા ભારે વેચાણને કારણે સ્થાનિક બજારો દબાણ હેઠળ છે. ગઈ કાલે પણ સેન્સેક્સ 820.97 પોઈન્ટ્સ અથવા 1.03 ટકા ઘટીને 78,675.18 પર અને નિફ્ટી 257.80 પોઈન્ટ્સ અથવા 1.07 ટકા ઘટીને 23,883.50 પર બંધ થયો હતો. મિડ- અને સ્મોલ-કેપ સૂચકાંકો અનુક્રમે 1 ટકા અને 1.3 ટકા ઘટીને બંધ થયા હતા.

3 / 6
11,327 કરોડ રુપિયાનો મોટો IPO : સ્વિગીના આઈપીઓનું કુલ કદ રૂપિયા 11,327.43 કરોડ હતું. આ અંતર્ગત કંપનીએ ફ્રેશ ઈશ્યુ દ્વારા 11.54 કરોડ શેર વેચ્યા હતા, જ્યારે 17.51 ​​કરોડ શેર ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવ્યા હતા. તેના શેરની ફાળવણી 11 નવેમ્બરે થઈ હતી અને હવે તે BSE-NSE પર લિસ્ટ થવા જઈ રહી છે. સ્વિગી IPOના પ્રાઇસ બેન્ડ વિશે વાત કરીએ તો તે ₹371 થી ₹390 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. સ્વિગી IPOના એક લોટમાં 38 શેર મૂકવામાં આવ્યા હતા, જેમાં લઘુત્તમ રિટેલ રોકાણકારોએ ₹14,820નું રોકાણ કરવાનું હતું. સ્વિગીના કર્મચારીઓ માટે 750,000 શેર રિઝર્વ હતા અને તેમને દરેક શેર પર 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

4 / 6
માર્કેટમાં લિસ્ટિંગ કેવી રીતે થઈ શકે? : હવે ચાલો જણાવીએ કે સ્વિગી શેરનું અંદાજિત લિસ્ટિંગ સ્ટોક માર્કેટમાં કેવી રીતે થઈ શકે છે, આ માટે ગ્રે-માર્કેટ પ્રીમિયમને જોવું મહત્વપૂર્ણ છે. જ્યારે સ્વિગીનો આઈપીઓ બંધ થયો ત્યારે તેનો જીએમપી રૂપિયા 1 પર ચાલી રહ્યો હતો અને હવે લિસ્ટિંગના દિવસે તે ઘટીને શૂન્ય થઈ ગયો છે. તે સ્પષ્ટ છે કે ગ્રે-માર્કેટ પ્રીમિયમ શેરબજારમાં આ IPOના ફ્લેટ લિસ્ટિંગ (રૂ. 390) તરફ નિર્દેશ કરે છે. આ ઉપરાંત સ્વિગીના IPOનું લિસ્ટિંગ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે કંપનીઓના નબળા Q2 પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા મજબૂત વેચાણને કારણે બજાર પહેલેથી જ દબાણ હેઠળ છે.

5 / 6
ફાઈનાન્સિયલ એડવાઇઝરી બ્રોકરેજ ફર્મ મુજબ એક મેક્વાયરી કંપનીના રિપોર્ટ્સ મુજબ શેર 325 રુપિયાની અંદર પરફોર્મન્સ કરશે. તેમજ JM ફાઈનાન્સિયલ એડવાઈઝરી બ્રોકરેજ ફર્મ મુજબ આ શેર 470 સુધી ઉપર વધવાના ચાન્સ છે. હવે તો આવનારો સમય જ બતાવશે કે કંપની કેવી રીતે પરફોર્મન્સ કરે છે અને કેટલી પ્રાઈઝ અપ જશે કે લો રહેશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">