Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો, સિવિલ હોસ્પિટલના OPDમાં દર્દીઓની લાઈન, જુઓ Video

ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ગઇ છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જો કે બપોરના સમયે આકરી ગરમીનો પણ સામનો કરવો પડે છે. આમ ગુજરાતમાં હજુ પણ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રોગચાળો વકર્યો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2024 | 3:37 PM

ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ગઇ છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જો કે બપોરના સમયે આકરી ગરમીનો પણ સામનો કરવો પડે છે. આમ ગુજરાતમાં હજુ પણ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રોગચાળો વકર્યો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહ્યુ છે.

રાજકોટમાં શિયાળાની શરૂઆતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ રોજની 600થી 700 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે. તાવ, ઝાડા-ઉલટી, શરદી, ઉધરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ પર છે.

મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી શુષ્ક વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડીનું જોર વધશે.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે, તો અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી નોંધાઈ શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">