AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની શિવમ વિદ્યાલયે શાળાની ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર, NSUIના ઉગ્ર વિરોધ બાદ DEO એ શાળાને ફટકારી નોટિસ- Video

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલયમાં ટેરેસ પર નખાયેલા મોબાઈલ ટાવરને લઈને NSUI દ્વારા એક મહિના પહેલા પણ રજૂઆત કરાઈ હતી. છતા ટાવર ન હટાવાતા NSUI એ DEO કચેરીએ જઈને નક્લી નોટો ઉડાડી વિરોધ કર્યો અને તાત્કાલિક શાળા પરથી મોબાઈલ ટાવર હટાવવાની માગ કરી.

Narendra Rathod
| Edited By: | Updated on: Nov 20, 2024 | 3:58 PM
Share

અમદાવાદના અમરાઈવાડીની શિવમ વિદ્યાલયમાં ભણવા આવતા ભૂલકાઓ જ્ઞાનની સાથે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશન પણ ઘરે લઈને જાય છે. આ મોબાઈલ ટાવરમાંથી શરીર માટે અત્યંત જોખમી રેડિયેશન નીકળતા હોય છે. જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ખતરો રહેલો છે પરંતુ શાળા પ્રશાસનને આવી કંઈ પડી જ નથી અને શાળાની ટેરેસની ઉપર જ મોબાઈલ ટાવર ખડો કરી દેવાયો. આ મામલે NSUI એ એક મહિના અગાઉ પણ શાળા ઉપરથી મોબાઈલ ટાવર હટાવવા અંગે રજૂઆત કરી હતી. તેમ છતા કોઈ કામગીરી ન થતા NSUIના કાર્યકરોએ DEO કચેરીએ જઈને હલ્લાબોલ કર્યો. DEO કચેરીએ નક્લી નોટો ઉડાડી અને વિરોધ કર્યો અને તાત્કાલિક શાળા પરથી મોબાઈલ ટાવર હટાવવાની માગ કરી.

મોબાઈલ ટાવરમાંથી નીકળતા ખતરનાક રેડિયેશનથી ભૂલકાઓને જીવનું જોખમ !

જો કે સૌથી મોટો સવાલ એ છે કે શાળાની ટેરેસ પર મોબાઈલ ટાવર લગાવવાની પરવાનગી કોણે આપી, શું શાળાને ટાવર લગાવવા માટે પૈસા મળી રહ્યા છે. શું શાળા પ્રશાસન જાણતુ નથી કે મોબાઈલ ટાવરમાંથી કેટલા ખતરનાક રેડિયેશન નીકળતા હોય છે અને આથી જ તો તેને ઘર કે શાળાથી કેટલા અંતરે રાખવા જોઈએ? પરંતુ આ શિવમ વિદ્યાલયે બાળકોની કોઈ ચિંતા કર્યા વિના શાળાની ટેરેસ પર જ મોબાઈલ ટાવર લગાવવા પરવાનગી આપી દીધી. હાલ NSUI દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. NSUIએ DEO કચેરીએ જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક આ મોબાઈલ ટાવર હટાવવાની માગ કરી છે. આ દરમિયાન જાણવા મળ્યું કે સ્કૂલે મોબાઈલ ટાવર લગાવવા AMCની પરવાનગી લીધી હતી પરંતુ, શિક્ષણ વિભાગની પરવાનગી લેવામાં આવી નહોતી.

ઉગ્ર વિરોધને પગલે DEOએ સ્કૂલને નોટિસ ફટકારી

NSUIના ઉગ્ર વિરોધ બાદ DEOએ હવે સ્કૂલને નોટિસ આપી છે.ત્યારે જોવુ રહ્યુ કે સ્કૂલ દ્વારા આ મોબાઈલ ટાવર ક્યારે હટાવવામાં આવે છે. હકીકતમાં નિયમ મુજબ શાળા કે હોસ્પિટલની નજીક પણ મોબાઈલ ટાવર લગાડી શકાય જ નહીં. કારણકે તેમાથી નીકળતા રેડિયેશન એટલી હદે જોખમી હોય છે કે તેનાથી માણસની નર્વસ સિસ્ટમ પર અસર થઈ શકે છે. તેનાથી નર્વસ સિસ્ટમને અસર થતા મગજના કાર્યમાં વિક્ષેપ થાય છે. લો બ્લડ પ્રેશર અને સ્કીન કેન્સર થવાની પણ સંભાવના છે. વ્યક્તિને 19 મિનિટ માઇક્રોવેવમાં રાખવાથી જે અસર થાય તેવી જ અસર 24 કલાકમાં મોબાઈલ ટાવરના રેડિએશનની શરીર પર થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">