શું ખરેખર સીમા હૈદર પ્રેગ્નેન્ટ છે ? સચિનના બાળકની માતા બનશેનો કર્યો મોટો ખુલાસો
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સીમા હૈદરે કહ્યું કે તે જલદી જ માતા બનવાની છે. આના પર જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે શું તે હોળી સુધીમાં માતા બની જશે તો સીમા હૈદરે જવાબ આપ્યો કે આટલી જલદી નહીં, પરંતુ હા, મને અને સચિનને ચોક્કસ બાળક થશે.

વર્ષ 2023 પસાર થઈ ગયું અને નવું વર્ષ શરૂ થઈ ગયું છે, પરંતુ ગયા વર્ષે ભારતથી પાકિસ્તાન સુધી જે લવસ્ટોરીની ચર્ચા થઈ હતી તે સીમા હૈદર અને સચિનની સ્ટોરી હતી. હવે નવા વર્ષને આવકારવાની સાથે સીમા હૈદરે એક મોટા ખુશખબરી આપી છે. મળતી માહિતી મુજબ સીમા એ એક મીડિયા સાથેના ઈન્ટવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે સચિનના બાળકની માતા બનવાની છે.

સીમા હૈદરને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે લોકો ચોકી ગયા છે. સીમા એ નવા વર્ષમાં એટલે કે 2024માં માતા બનવા અંગે એક મોટી વાત કહી છે. જ્યારે સીમા હૈદરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે નાનકડા મહેમાનના આગમનની જાહેરાત ક્યારે કરશે, તો તેણે કહ્યું કે ખુશી હવે નજીક છે. એક મીડિયા સાથે વાત કરતી વખતે તેણે પોતાની પ્રેગ્નન્સી વિશે પણ વાત કરી હતી.

સીમા હૈદર વર્ષ 2024માં માતા બનવા જઈ રહી છે. સચિન અને તેના પરિવારની સામે મીડિયા સાથે વાત કરતી વખતે સીમાએ પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરી છે. સચિનના પિતાએ પણ સીમા હૈદરનો હાથ જોઈને દાવો કર્યો છે કે તે છોકરો હશે. સીમાએ પણ ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે.

જ્યારે રિપોર્ટરે પૂછ્યું, 'શું 2024 નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે?' આના પર સીમાએ જવાબ આપ્યો કે તે સંપૂર્ણપણે નવી ખુશીઓ લાવશે.' સીમાએ આગળ કહ્યું, '2023 પણ ઘણી બધી ખુશીઓ લઈને આવ્યું, હું સ્વીકારું છું કે મને થોડું દુઃખ થયું છે. સચિનનો જન્મદિવસ પણ નજીક આવી રહ્યો છે. અન્ય કોઈ જન્મે તો સારું.’ જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે હોળી પહેલા કે પછી? તો સીમાએ કહ્યું કે હોળી પહેલા આવું ન થઈ શકે પણ હા, જલ્દી સારા સમાચાર સાંભળવા મળશે.

એવું જાણવા મળે છે કે જ્યારે સીમા પાકિસ્તાનથી ભારત આવી ત્યારે તે પોતાના બાળકોને પણ સાથે લઈને આવી હતી. સીમાને ચાર બાળકો છે, જેમાંથી એક પુત્ર છે જેનું નામ ફરહાન અલી છે, હવે તેનું નામ બદલીને રાજ કરી દેવામાં આવ્યું છે. તેની ઉંમર 8 વર્ષની છે. આ સિવાય સીમાની ત્રણ દીકરીઓ ફરવા (નામ બદલીને પ્રિયંકા, ઉંમર 6 વર્ષ), ફરહા બતુલ (નામ બદલીને મુન્ની, 4 વર્ષ) અને ફરહા બતુલનું નામ બદલીને પરી રાખવામાં આવ્યું છે.

































































