ક્રિકેટર રોહિત શર્માએ પોતાનું કરોડોની કિંમતનું ઘર આપ્યું ભાડે

28 ફેબ્રુઆરી, 2025

કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં, ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું શાનદાર પ્રદર્શન કરી રહી છે.

ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં બાંગ્લાદેશ સામે કેપ્ટન રોહિત શર્માએ પોતે તોફાની ઇનિંગ રમી હતી.

આ બધા વચ્ચે, એક સમાચાર આવ્યા છે કે રોહિત શર્માએ પોતાના કરોડોની કિંમતના ઘરોમાંથી એક ભાડે આપ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, રોહિતે મુંબઈમાં પોતાનો એક એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે, જેનાથી તેને લાખોની કમાણી થશે.

રોહિત અને તેના પિતા ગુરુનાથ શર્માએ 2013 માં લોઅર પરેલ વિસ્તારમાં 5.46 કરોડ રૂપિયામાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિતને લગભગ 1298 ચોરસ ફૂટના આ એપાર્ટમેન્ટમાંથી દર મહિને 2.6 લાખ રૂપિયા ભાડું મળશે.

રોહિત અને તેના પિતાનું એક જ સોસાયટીમાં બીજું ઘર હતું, જે તેમણે 2013માં 5.70 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને 2024માં ભાડે આપ્યું હતું.