ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં કરાશે ફેરફાર, ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો બદલાશે
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાઠ્યપુસ્તકોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ધોરણ 1, 6થી 8 અને 12ના પુસ્તકોને નવી પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ધોરણ 1 માટે ગુજરાતી વિષયનું પુસ્તક નવી રચનાથી આવશે.

ધોરણ 6 માટે અંગ્રેજી, અને ધોરણ 7માં સંસ્કૃત માધ્યમ માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી વિષયોના પુસ્તકોમાં ફેરફાર થશે.

ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો અપડેટ કરવામાં આવશે, જ્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકોમાં નવા પ્રકરણ ઉમેરાશે.

આ બદલાવ નવી શિક્ષણ નીતિ (NEP) અનુસાર કરવામાં આવી રહ્યા છે, જેનો હેતુ છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પદ્ધતિને વધુ અસરકારક અને આધુનિક બનાવવો.

રાજ્ય શિક્ષણ વિભાગ સતત ટેક્સ્ટબુકમાં સુધારણા કરી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અપડેટેડ અભ્યાસક્રમ મળી રહે. આ પગલાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે કરાયું છે.
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. એજ્યુકેશનના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































