સ્વામિનારાયણ સંપ્રદાય ફરી બદનામ ! ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. આશરે 10 મહિના પૂર્વેનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં, ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામી અન્ય એક ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા દેખાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી ઘટના વીડિયો સ્વરૂપે સામે આવી છે. રાજકોટના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે, સંપ્રદાયમાં સોપો પડી ગયો છે. યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતો વીડિયો 10 મહિના જૂનો હોવાનુ કહેવાઈ રહ્યું છે. હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં પદ પર હોવાનું કહેવાય છે. જે તે સમયે આ વીડિયો અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વીડિયો સામે આવ્યા બાદ, સ્વામી હરિચરણને પદભ્રષ્ટ કરી દેવાયા હોવાનું કહેવામાં આવ્યું છે. અશોભનીય અને સંપ્રદાયને છાજે નહીં તેવુ કૃત્ય કર્યું હોય ત્યારે સાધુને સંસારમાં પાછા મોકલી દેવામાં આવ્યા હોવાનું સંપ્રદાય દ્વારા કહેવામાં આવ્યું છે.
ગુરુકુળનુ સ્થાન ભારતીય સંસ્કૃતિમાં આગવું રહેલુ છે. જો ગુરુકુળમાં શિક્ષણને બદલે વ્યાભિચાર આચરવામાં આવે તે નિંદનીય છે. ટ્રસ્ટી મંડળ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને સંસારમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. આશરે 10 મહિના પૂર્વેનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં, ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામી અન્ય એક ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા દેખાય છે, તેવો દાવો કરાઈ રહ્યો છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ઘણા હરિભક્તો એવુ કહી રહ્યાં છે કે, સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ ખરાબ કર્યું છે. જે તે સમયે આ વીડિયો બહાર ના આવે તેના માટે પ્રયાસ કરાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
