28 February 2025

બાળકોની યાદશક્તિ વધારવા શું કરવું?

Pic credit - Meta AI

વિદ્યાર્થીઓ માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તેમની યાદશક્તિ, એકાગ્રતા અને ઉર્જા વધારવામાં મદદ કરે છે. દરરોજ યોગ્ય યોગ આસનો કરવાથી તેઓ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે.

નિયમિત યોગાભ્યાસ તેમને માનસિક રીતે શાંતી આપે છે, જેથી તેઓ વધુ સારી રીતે શીખી શકે અને તેમની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે.

તાડાસન કરવાથી શરીર મજબૂત અને લવચીક બને છે. તે બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરે છે અને શરીરના સ્નાયુઓને અને દિમાગ સક્રિય રાખે છે

સૂર્ય નમસ્કાર એ એક સંપૂર્ણ કસરત છે, જેમાં 12 યોગ મુદ્રાઓનો સમાવેશ થાય છે. આમ કરવાથી બાળકોનું મગજ તેજ બને છે, શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે

અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાથી વિદ્યાર્થીઓની યાદશક્તિ અને માનસિક સ્પષ્ટતા વધે છે. તેનાથી મન શાંત રહે છે, જેથી તેઓ તણાવમુક્ત રહીને પરીક્ષા અને અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે છે 

બ્રહ્મચર્યાસન કરવાથી વિદ્યાર્થીઓમાં શિસ્ત અને આત્મ-નિયંત્રણની ભાવનાનો વિકાસ થાય છે. આ યોગ આસન મનને શાંત કરે છે, ખરાબ ટેવો દૂર કરે છે અને નિશ્ચય શક્તિમાં વધારો કરે છે

પશ્ચિમોત્તાનાસન કરવાથી કરોડરજ્જુ મજબૂત બને છે, જેના કારણે શરીરની મુદ્રા યોગ્ય રહે છે. તે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.આ યોગ એકાગ્રતા અને શીખવાની ક્ષમતાને અસર કરે છે.

બાલાસન કરવાથી મગજ શાંત અને તાજગી રહે છે. આ યોગ આસન કરવાથી બાળકોનું ધ્યાન વધે છે. તેઓ ભાવનાત્મક રીતે મજબૂત બને છે અને તણાવને ટાળી શકે છે, જેનાથી અભ્યાસમાં તેમની રુચિ વધે છે અને બહેતર પ્રદર્શન થાય છે.

ઓમનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે. જો તેઓ દરરોજ 5-6 વખત ઓમ મંત્રનો જાપ કરશે તો તેમનું મન શાંત રહેશે અને તેઓ વધુ સારી રીતે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે.