Dwarka : ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી, ઘરમાં સ્થાપના બાદ કરી શિવરાત્રીની પૂજા, જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. 7 લોકોએ શિવલિંગ ચોર્યાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
શિવરાત્રી પહેલા દ્વારકાના દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઇ હતી. જે આખરે મળી આવ્યુ છે. આ શિવલિંગ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક વ્યક્તિના ઘરેથી મળી આવ્યુ છે. આ વ્યક્તિએ તેના જ પરિવારના સભ્યો સાથે શિવલિંગની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આ તમામ આરોપીને પોલીસે ઝડપી લીધા છે.
ચોરી કરેલા શિવલિંગની ઘરમાં સ્થાપના કરી
દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. હિંમતનગરના 7 લોકોએ શિવલિંગ ચોર્યાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ શિવલિંગ સાબરકાંઠાનાં હિંમતનગરનાં ગામે લઇ ગયા હતા અને તેની પોતાના ઘરે સ્થાપના પણ કરી દીધી હતી. ઝડપાયેલા એક આરોપી મહેન્દ્ર ઉર્ફે રમેશ મકવાણાએ કબુલ્યું છે કે તેની ભત્રીજીને સપનું આવ્યું હતું. જે પછી તેમણે શિવલિંગની ચોરી કરી હતી.
ભત્રીજીના સપનાના કારણે કરી શિવલિંગની ચોરી
વાત કઇક એમ છે કે રમેશ મકવાણાની ભત્રીજીને સપનું આવ્યું હતું કે દ્વારકા પાસેના હર્ષદ ગામમાં આવેલા ભીડભંજન મહાદેવનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો, તો તમને ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. એટલે તેમણે શિવલિંગની ચોરી કરી હતી. હિંમતનગર અને સાબરકાંઠાથી 2 વાહનોમાં 3 મહિલાઓ સહિત કુલ 7 લોકો શિવલિંગની ચોરી કરવા આવ્યા હતા. આરોપી હર્ષદ ખાતે રોકાયા અને ગાંધવી ગામે આવેલા મંદિરની રેકી કરી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો.
શિવરાત્રીના દિવસે કરી શિવલિંગની પૂજા
માહિતી છે કે આરોપીઓએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની ઘરમાં સ્થાપના કર્યા બાદ તેની પૂજા કરી હતી. હાલ તો દેવભૂમિદ્વારકા પોલીસે ઝડપી આરોપીઓને ઝડપી શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલી નાખતા શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે.