Valsad : ઉમરગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વલસાડના ઉમરગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વલસાડના ઉમરગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. કોટનના અને ભંગારના ગોડાઉનમાં આગ લાગનાની ઘટના બની હતી. ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયર વિભાગે મોડી રાત્રે કાબુ મેળવ્યો હતો.
જેતપુરમાં કાપડના ગોડાઉનમાં લાગી હતી આગ
બીજી તરફ ગઈકાલે રાજકોટના જેતપુરના વેકરિયા ઉદ્યોગનગરમાં આગ લાગી હતી. જેતપુરના ઉદ્યોગનગ ખાતે આવેલા અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટે જોવા મળ્યા હતા. જેતપુરના 3 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ધોરાજીના ફાયર ફાયટર પણ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન હાથ ધર્યો હતો.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
