સબકા સપના મની મની: 20,000 રુપિયાની સેલેરી હોવા છતા બચત કરી બની શકશો કરોડપતિ, આ વિકલ્પમાં રોકાણ કરો
નિશ્ચિત આવકમાં બચત કરવી, તે સૌ કોઇ માટે અઘરુ બની જાય છે, પરંતુ નાણાકીય નિષ્ણાતો માને છે કે બચત એ એક આદત છે, તમારી આવક ગમે તે હોય, તમારે તેને ચોક્કસપણે સાચવવી જોઈએ. આ સાથે બચત કરેલા નાણાંને ઘરમાં ન રાખવા જોઈએ, તેનું રોકાણ કરવું જોઈએ. જેથી રોકાણ કરેલા પૈસા સમય સાથે વધે છે. જો તમે બચત અને રોકાણની આદત કેળવશો તો ઓછી સેલેરી હોવા છતા લાંબા ગાળે સારી એવી રકમ એકઠી કરી શકો છે.

નાણાકીય નિયમ કહે છે કે દરેક વ્યક્તિએ દરેક કિંમતે તેની આવકના 20 ટકા બચત કરવી જોઈએ. જો તમે 20 ટકા બચત કરો અને રોકાણ કરવાનું શરૂ કરો, તો પછી ભલે તમે દર મહિને 20,000 રૂપિયા કમાઈ લો, આટલા ઓછા પગારમાં પણ તમારા માટે કરોડપતિ બનવું એ કોઈ મોટી વાત નથી.

જો દર મહિને તમે 20,000 રૂપિયા કમાઓ છો, તો તમારી આવકના 20 ટકા 4,000 રૂપિયા છે. નાણાકીય નિયમો અનુસાર તમારે દર મહિને 4,000 રૂપિયાની બચત કરવી જોઈએ અને 16,000 રૂપિયા વડે તમારા ઘરના તમામ ખર્ચ અને જરૂરિયાતો પૂરી કરવી જોઈએ.

તમારે આ 4,000 રુપિયાનું રોકાણ કરવું જોઈએ અને આ રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવું જોઈએ.જેથી તમે લાંબા ગાળે મોટું ફંડ એકત્ર કરી શકો છો.

આજે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. SIPમાં રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટું ફંડ ઉમેરી શકો છો. નિષ્ણાતો માને છે કે SIPમાં સરેરાશ વળતર 12 ટકા સુધી છે, જે અન્ય કોઈપણ યોજના કરતાં ઘણું વધારે છે.

જો તમે SIPમાં દર મહિને 4,000 રુપિયાનું રોકાણ કરો છો અને આ રોકાણને 28 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 28 વર્ષમાં તમે કુલ 13,44,000 રુપિયા ઉમેરશો અને તમને વળતર તરીકે 96,90,339 રુપિયા મળશે. આ સ્થિતિમાં તમને 28 વર્ષમાં કુલ 1,10,34,339 રૂપિયા મળશે . જો તમે આ રોકાણને બે વર્ષ એટલે કે 30 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે SIP દ્વારા 30 વર્ષમાં 1,41,19,655 રૂપિયા ઉમેરી શકો છો.