સબકા સપના મની મની: મોંઘી બાઇક માત્ર 3 વર્ષમાં રોકડમાં ખરીદી શકશો, આટલી માસિક SIP કરો
ઓછી બચતમાં સારુ વળતર મળે તેવા વિકલ્પ લોકો શોધતા હોય છે. SIP મ્યુચ્યુઅલ ફંડ એવો જ એક વિકલ્પ છે. તેમાં રોકાણ કરીને સારુ એવુ વળતર મેળવી શકો છો. તમે તમારા સપનાની વસ્તુઓ ખરીદવાનું લક્ષ્ય આ વિકલ્પમાં રોકાણ કરીને પુરુ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ SIP દ્વારા કરવામાં આવે છે જેને સ્માર્ટ રીત કહેવામાં આવે છે. તેમાં વળતરની કોઈ મર્યાદા હોતી નથી. તે ખૂબ વધારે પણ હોઈ શકે છે અથવા તે ઓછું પણ હોઈ શકે છે.

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એકદમ સરળ છે. તમે તેમાં માત્ર 100 રુપિયા કે 500 રૂપિયા પ્રતિ મહિને રોકાણ કરી શકો છો.તમે મોંઘી બાઇક ખરીદવાનું સ્વપ્ન પણ SIPમાં રોકાણ કરીને પુરુ કરી શકો છો.

ગણતરી મુજબ જો તમે 15 ટકા સરેરાશ વાર્ષિક વળતરના આધારે ત્રણ વર્ષ માટે આજે 5000 રુપિયાની માસિક SIP કરો છો તો અંતે તમને 2,28,397 રુપિયા મળશે.

ગણતરી મુજબ ત્રણ વર્ષમાં તમારા રોકાણની કુલ રકમ 1,80,000 રૂપિયા હશે અને તેના પર તમને કુલ 48,398 રૂપિયાનું વળતર મળશે, જે કુલ 2,28,397 રૂપિયા થાય છે.

એટલે કે ત્રણ વર્ષ પછી તમે 2.28 લાખ રૂપિયા સુધીની બાઇક સીધી રોકડમાં ખરીદી શકો છો. તમારે કોઈની પાસેથી લોન લેવાની કે એક રૂપિયો પણ ઉધાર લેવાની જરૂર નહીં પડે.