Ayodhya : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, જાણો ક્યારથી કરતા હતા રામ લલ્લાની સેવા
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

૩ ફેબ્રુઆરીના રોજ બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનૌ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.

આચાર્ય સત્યેન્દ્ર દાસ 31 વર્ષથી રામ મંદિરની પૂજા કરે છે. ફેબ્રુઆરી 1992માં જ્યારે રામજન્મભૂમિ વિવાદિત સ્થળ હોવાને કારણે તેની જવાબદારી જિલ્લા પ્રશાસનને સોંપવામાં આવી, ત્યારે જૂના પૂજારી મહંત લાલદાસને હટાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી.

આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની નિમણૂક 1 માર્ચ 1992ના રોજ ભાજપના તત્કાલિન સાંસદ વિનય કટિયાર અને વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન વડા અશોક સિંઘલ સહિત કેટલાક નેતાઓની સંમતિથી કરવામાં આવી હતી.

આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યુ હતુ કે તેમણે 1975માં અયોધ્યાની સંસ્કૃત પાઠશાળામાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી.જે પછી 1976માં તેમણે અયોધ્યાની સંસ્કૃત કોલેજમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મેળળી.

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આચાર્ય સત્યેન્દ્ર દાસના અવસાનની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ માટે અને અયોધ્યાના લોકો માટે પણ એક મોટો આઘાત છે. તેમના પાર્થિવ દેહને અયોધ્યા લાવવામાં આવશે.
રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે. આ ઉપરાંત તમે રામ મંદિર વિશે વધારે સમાચાર વાંચવા ઇચ્છતા હોય તો અહિં ક્લિક કરો.
