3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવી, અદાણી વિલ્મરે ગૌતમ અદાણીના જન્મદિવસની કરી ખાસ ઉજવણી

અદાણી વિલ્મરના (Adani Wilmer) કર્મચારીઓએ પણ આ ઉજવણી અંતર્ગત બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું. અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.

Jul 01, 2022 | 9:23 PM
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 01, 2022 | 9:23 PM

24 જૂન 2022ના રોજ ભારતના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીની 60મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસ પર અદાણી સમૂહની કંપની, અદાણી વિલ્મર લિમિટેડે એક ઉમદા સેવાકાર્ય થકી તેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી. જે અંતર્ગત અદાણી વિલ્મર લિમિટેડે 24 જૂનથી 6 દિવસ માટે દરરોજ 60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવ્યું.

1 / 5
અદાણી વિલ્મરના કર્મચારીઓએ પણ આ ઉજવણી અંતર્ગત બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું. અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.

2 / 5
આ ઉજવણી કાર્યક્રમમાં બાળકોને ખિચડી/પુલાવ, રોટલી/થેપલા અને સુખડી કે ચુરમા જેવી મિઠાઇ અને ચણાની ચાટ કે મસાલા સિંગ જેવો નાસ્તો આપવામાં આવ્યો હતો.

3 / 5
અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા આ ભોજન કાર્યક્રમ માટે અલગ અલગ જગ્યાઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

4 / 5
આ અંગે અદાણી વિલ્મર લિ.ના CEO અને એમ.ડી. અંગશુ મલ્લિકે જણાવ્યું કે અદાણી વિલ્મર દ્વારા ગૌતમ અદાણીના 60માં જન્મદિવસની ઉજવણી પર 6 દિવસ માટે રોજ 60,000 બાળકોને ભોજન જમાડીને અમે ખુશી અનુભવી રહ્યા છીએ.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati