ICCએ મહાન યુસૈન બોલ્ટને T20 વર્લ્ડ કપ 2024ના એમ્બેસેડર બનાવ્યો, જુઓ ફોટો
પહેલી વખત ટી 20 વર્લ્ડકપ યુએસ અને વેસ્ટઈન્ડિઝની સંયુકત મેજબાનીમાં રમાશે. 2 જૂનથી શરુ થનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ રમશે. જેને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપથી ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ દોડવીર યુસૈન બોલ્ટને વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં 1 થી 29 જૂન દરમિયાન રમાનારી આગામી T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે. જમૈકામાં જન્મેલા બોલ્ટે 2008માં બેઇજિંગમાં રમાયેલી ઓલિમ્પિક રમતમાં ઈતિહાસ રચ્યો હતો. જ્યાં તેમણે વર્લ્ડ રેકોર્ડ સમયમાં 100 મીટર, 200 મીટર અને 100 મીટર દોડ જીતી હતી.

વર્લ્ડકપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલ્ટ આ આયોજનને પ્રોત્સાહન આપવા માટે મહ્તવપૂર્ણ ભુમિકા નિભાવશે. જેની શરુઆત આગામી અઠવાડિયે દિગ્ગજ કલાકાર સીન પોલ અને કીસની સાથે કાર્યક્રમના સત્તાવાર ગીતની રજૂઆતની સાથે 'કેમિયો' પણ હશે.

આઈસીસીના એક નિવેદનમાં યુસૈન બોલ્ટે કહ્યું કે, હું આગામી આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડકપમાં બ્રાન્ડએમ્બેસેડર બની રોમાચિંત છું. કૈરેબિયાઈ દેશોમાં ક્રિકેટ જીવનનો એક ભાગ છે. આ રમત માટે અમારા દિલમાં એક વિશેષ સ્થાન રહ્યું છે. હું વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝનું સમર્થન કરીશ પરંતુ આ રમતને અમેરિકામાં લાવવી ક્રિકેટ માટે મોટી વાત છે. આ દુનિયાનું સૌથી મોટું બજાર છે.

બોલ્ટ વર્લ્ડકપ પોતાના દેશમાં આવવા અને નવી ભૂમિકાને લઈ ખુબ ઉત્સાહિત છે.

ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે કહ્યું, “યુસૈન બોલ્ટ વૈશ્વિક આઇકન છે, અમે તેને T20 વર્લ્ડ કપ માટે એમ્બેસેડર તરીકે બોર્ડમાં સામેલ કરીને રોમાંચિત છીએ. તેનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જાહેર છે, જે તેને આ ભૂમિકા માટે સંપૂર્ણ રીતે યોગ્ય બનાવે છે.તેમણે કહ્યું ટી 20 વર્લ્ડકપ માટે અમે જે ઉર્જા લાવીશું. તે 2028માં એલએ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટેની દિશામાં મોટી તક બનાવી છે.






































































