ગરમીથી શેકાવવા માટે થઈ જાવ તૈયાર, રાજ્યના આ વિસ્તારોમાં કરાઈ હીટવેવની આગાહી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ માટે ગરમીને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા યલો અલર્ટ અપાયું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2024 | 3:42 PM

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં પોરબંદર, ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ માટે ગરમીને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા યલો અલર્ટ અપાયું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું, 170 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીયોની ધરપકડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">