ચંદન ચોરની હવે ખેર નથી.. ડાંગના આદિવાસી વિસ્તારમાં પહોંચશે AI ટેકનોલોજી, જુઓ Photos

સાપુતારા ખાતે ઇન્ટર સ્ટેટ ફોરેસ્ટ પ્રોટેકશનની બેઠક રાજ્ય કક્ષા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ. વન સંરક્ષણ અંગે ગુજરાત- મહારાષ્ટ્ર– દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીઓ હાજર રહ્યા હતા.

| Updated on: Feb 01, 2025 | 5:26 PM
સાપુતારા ખાતે તોરણ હિલ રિસોર્ટમાં રાજ્યના વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ ઇન્ટર સ્ટેટ અને યુનીયન ટેરિટરી ફોરેસ્ટ પ્રોટેકશન બેઠક યોજાઈ. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીઓ સાથે પર્યાવરણ સંરક્ષણ અને વન સંરક્ષણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

1 / 8
મુકેશ પટેલે જણાવ્યું હતું કે, "વન એ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેને સાચવવું દરેકની જવાબદારી છે." તેમણે ઉમેર્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, દાદરા નગર હવેલીના તમામ વન અધિકારીઓએ એકસાથે મળીને વન સંરક્ષણ માટે કાર્ય કરવું જોઈએ.

2 / 8
અત્યાર સુધી, ગુજરાતના કચ્છ ફોરેસ્ટ વિભાગે 26,000 હેક્ટર જમીન પર થયેલું દબાણ દૂર કર્યું છે, અને દક્ષિણ ગુજરાતના બોર્ડર વિસ્તારમાં 900 હેક્ટર જેટલી જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ વન વિભાગ સક્રિય રીતે જમીન પર કબજાવાળાઓ સામે કાર્યવાહી કરી રહ્યો છે.

3 / 8
ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા માટે ગુજરાત સરકાર લેઝર ફેન્સીંગનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ લાવવાનો છે. આ પગલાંએ ચંદનના વૃક્ષોની તસ્કરીમાં ખલલ પાડી શકશે.

4 / 8
અત્યારનાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે, AI ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવાની ચર્ચા ચાલી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સાથે જોડાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

5 / 8
મુકેશ પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં વિશ્વની પ્રથમ "ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી" શરૂ કરવામાં આવશે, જે પર્યાવરણ અને કુદરતી સંસાધનો માટે મહત્વપૂર્ણ એક પગલાં છે.

6 / 8
મંત્રીએ MSP નક્કી કરવાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લાકડાની કિંમત અને તેના વેચાણની નીતિ બનાવવાની ચર્ચા કરવામાં આવી. આથી, લાકડાના વેચાણને નિયમિત કરી શકાય અને તસ્કરીને અટકાવી શકાય.

7 / 8
આ ઉપરાંત, મુકેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલા "એક પેડ માં એક નામ" અભિયાનનું વિસ્તરણ કર્યા છે, જેના દ્વારા દેશના દરેક ખૂણામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે 17 કરોડ જેટલાં વૃક્ષોનો સમાવેશ કરે છે.

8 / 8

 ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે. ગુજરાતનો મોટો વિસ્તાર વન વિસ્તારમાં ફેલાયેલો છે. ગુજરાતના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">