Politician Love Story : કોલેજકાળ દરમિયાન સીમાના પ્રેમમાં પડ્યા મુખ્તાર અબ્બાસ નક્વી અને અનેક વિરોધ વચ્ચે પણ સીમા સાથે લગ્ન: Photos
Politician Love Story: ભાજપના નેતા અને પૂર્વ સાંસદ મુખ્તાર અબ્બાસ નક્વી કોલેજ દરમિયાન સીમાના પ્રેમમાં પડ્યા. પરિવારે મળવાની ના પાડી તો એક્સ્ટ્રા ક્લાસના બહાને બંને મળતા હતા. અનેક અડચણોનો સામનો કરી નક્વીએ સીમા સાથે ત્રણ પ્રકારે લગ્ન કર્યા હતા લગ્ન-વાંચો

Politician Love Story: ભાજપના દિગ્ગજ નેતા, સંસદમાં લઘુમતી બાબતોના મંત્રી અને રાજ્યસભાના સાંસદ રહી ચુકેલા મુખ્તાર અબ્બાસ નક્વીના લગ્ન હિંદુ યુવતી સાથે થયા છે. નક્વીને અભ્યાસ દરમિયાન જ સીમાના પ્રેમમાં પડ્યા હતા અને સીમા સાથે જ લવમેરેજ કર્યા હતા. એ બંને અલાહાબાદ યુનિવર્સિટીમાં કોલેજ દરમિયાનમ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંનેની આંખો મળી અને પ્રેમમાં પડ્યા હતા.

વર્ષ 1982માં કોલેજ દરમિયાન મુખ્તાર અબ્બાસ નક્વી એક વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા હતા. જ્યારે સીમા તેમનાથી તદ્દન વિપરીત એક શર્મીલી યુવતી હતી અને છોકરાઓ સાથે વાત કરવામાં પણ અચકાતી હતી. સમય જતા મુખ્તાર અબ્બાસ નક્વી અને સીમા વચ્ચે દોસ્તી થઈ અને એ દોસ્તી પ્રેમમાં પરિણમી.

સીમાના પરિવારજનો મુખ્તાર સાથેના તેમના સંબંધોથી બિલકુલ ખુશ ન હતા. જેમા સીમાના માતા તેની વિરુદ્ધમાં હતા અને તેમણે સીમાને મુખ્તાર અબ્બાસ નક્વીને મળવાની મનાઈ કરી હતી.

ઘરેથી અપાયેલી કડક સૂચના થતા સીમા એક્સ્ટ્રા ક્લાસના બહાને મુખ્તાર અબ્બાસ નક્વીને મળવા માટે જતી હતી. આખરે તે બંનેના પ્રેમ સામે પરિવારે જુકવુ પડ્યુ અને તેમના સંબંધને સ્વીકારવો પડ્યો.

ત્રણ જૂન 1983માં બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. નક્વીએ સીમા સાથે ત્રણ પ્રકારે લગ્ન કર્યા હતા. જેમા સૌપ્રથમ બંને કોર્ટમાં લગ્ન કર્યા, ત્યારબાદ નિકાહ કર્યા અને અંતમાં હિંદુ ધાર્મિક વિધિ મુજબ સપ્તપદીના સાત ફેરા ફરી લગ્ન કર્યા હતા.