પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરને લઈને મોટી અપડેટ આવી સામે, તસવીરો થઈ વાયરલ
અયોધ્યાની પવિત્ર ધરતી પર 22 જાન્યુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ દિવસે ભવ્ય રામ મંદિરમાં રામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠાના લગભગ 1 મહિના પહેલા રામ ભક્તોની આખોને ઠંડક આપતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રામ મંદિરના પ્રથમ માળનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે.

પ્રાણ પ્રતિષ્ઠા માટેની શ્રી રામની પ્રતિમાને પર શાનદાર અંદાજમાં તૈયાર કરવામાં આવી રહી છે. આ મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે મંદિર નિર્માણની વર્તમાન તસવીરો શેયર કરવામાં આવી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામના પાંચ વર્ષના બાળ સ્વરૂપની ચાર ફૂટ ત્રણ ઇંચની સ્થાયી પથ્થરની પ્રતિમા અયોધ્યામાં ત્રણ સ્થળોએ બનાવવામાં આવી રહી છે. ત્રણ કારીગરો તેને ત્રણ અલગ અલગ પથ્થરોમાં બનાવી રહ્યા છે. આ પ્રતિમાઓ લગભગ 90 ટકા તૈયાર છે.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઓછામાં ઓછા 4000 સંતો સહિત 7000 હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 50 દેશોમાંથી એક પ્રતિનિધિ આવે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.