AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેકમાં એક ભૂલ અને તમે સીધા જેલ ભેગા ! કાયદા મુજબ ક્યારે દંડ અને કેદની સજા થઈ શકે છે?

શું તમને ખબર છે કે, 'ચેક બાઉન્સ' થવું એ એક ગંભીર ગુનો છે? જો તમે આ વાતથી અજાણ છો, તો ચેતી જજો અને તમારા બેન્ક એકાઉન્ટની સ્થિતિ પર ધ્યાન આપજો, નહીં તો તમારે કોર્ટમાં જવું પડી શકે છે.

| Updated on: Oct 19, 2025 | 2:39 PM
Share
કોઈ વ્યક્તિ બેંક દ્વારા જારી કરાયેલ ચેક બીજા કોઈને પેમેન્ટ માટે આપે છે અને બેંક કોઈ કારણોસર ચેક ક્લિયર ન કરે, ત્યારે તેને 'ચેક બાઉન્સ' કહેવામાં આવે છે. ખાતામાં બેલેન્સ ન હોવું અને સહીમાં ભૂલ હોય, ખોટી તારીખ લખેલી હોય, ખાતા નંબરની ભૂલ, ઓવરરાઇટિંગ, ચેકની સમાપ્તિ તારીખ (સામાન્ય રીતે જારી થયાની તારીખથી ત્રણ મહિના) અથવા ચેક ઇસ્યુ કરનારનું ખાતું બંધ હોવું પણ ચેક બાઉન્સ થવાના મુખ્ય કારણો છે. આ સિવાય બેંકમાં તકનીકી સમસ્યાઓને કારણે પણ ચેક બાઉન્સ થઈ શકે છે.

1 / 7
કેટલીકવાર, આપણે કોઈને પેમેન્ટ માટે ચેક આપીએ છીએ પરંતુ બેન્ક તેને ક્લિયર કરવાનો અસ્વીકાર કરે છે, એટલે કે ચેક બાઉન્સ થાય છે.  ચેક બાઉન્સ એ ભલે સામાન્ય વાત લાગે પરંતુ તેના કાનૂની પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. જો સમયસર પેમેન્ટ ન થાય અથવા કોઈ કારણોસર ચેક ક્લિયર ન થાય, તો બેંક દંડ લાદે છે. બીજું કે, જો ભૂલ સમયસર સુધારી ન શકાય, તો તેના કારણે કાર્યવાહી અને જેલ પણ થઈ શકે છે.

2 / 7
બેંક 'ચેક બાઉન્સ' માટે દંડ વસૂલ કરે છે. ચેક જારી કરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અલગ અલગ કારણોના આધારે દંડ બદલાઈ શકે છે. દંડ માટે દરેક બેંકે અલગ અલગ રકમ નક્કી કરી હોય છે. મળતી માહિતી મુજબ, દંડ સામાન્ય રીતે ₹150 થી ₹750 જેટલો હોય છે.

3 / 7
ભારતમાં ચેક બાઉન્સ થવાને ગુનો ગણવામાં આવે છે. Negotiable Instrument Act 1881 ની કલમ 138 મુજબ, ચેક બાઉન્સ થવો એ સજાપાત્ર ગુનો છે. આ કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ચેક ઇસ્યુ કરે છે જે બાઉન્સ થાય છે અને નિર્ધારિત સમય (15 દિવસ) માં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો તેને સજા થઈ શકે છે. કલમ 138 માં બે વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવે છે.

4 / 7
ચેક બાઉન્સ થયા પછી તરત જ ડ્રોઅર પર કાર્યવાહી કરવામાં આવે છે. સમજવા જેવું છે કે, જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે બેંક પહેલા લેણદારને એક રસીદ આપે છે, જેમાં ચેક બાઉન્સ થવાનું કારણ જણાવવામાં આવે છે. આ પછી લેણદાર 30 દિવસની અંદર દેવાદારને નોટિસ મોકલી શકે છે. જો દેવાદાર 15 દિવસની અંદર જવાબ ન આપે, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

5 / 7
લેણદાર એક મહિનાની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકે છે. જો તેમને હજુ પણ પૈસા ન મળે, તો તેઓ દેવાદાર સામે કેસ દાખલ કરી શકે છે. જો તે દોષિત ઠરે તો, 2 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

6 / 7
ચેક બાઉન્સ થવાના કાનૂની અને નાણાકીય પરિણામોથી બચવા માટે તમારે કેટલીક સરળ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલા તો, ચેક ઇસ્યુ કરતા પહેલા હંમેશા તમારા ખાતાનું બેલેન્સ તપાસો. બીજું, ચેક પર યોગ્ય રીતે સહી કરો અને તારીખ લખો. આ ઉપરાંત જો તે પોસ્ટ-ડેટેડ ચેક હોય, તો ખાતરી કરો કે તે દિવસે ખાતામાં પૂરતી રકમ છે. છેલ્લે, ચેક બાઉન્સ થવાની શક્યતા ટાળવા માટે UPI, NEFT અથવા RTGS જેવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો.

7 / 7

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">