Unlisted માર્કેટમાં રોકાણ કરનારા થઈ જજો સાવધાન, NSDL ના ઉદાહરણ વડે સમજો
NSDLના શેરના ઉદાહરણ દ્વારા અનલિસ્ટેડ માર્કેટમાં રોકાણના જોખમો સમજાવવામાં આવ્યા છે. ઉંચા ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને ઉંચી અપેક્ષાઓ છતાં, NSDLના શેરનું લિસ્ટિંગ નીચા ભાવે થયું, જેના કારણે ઘણા રોકાણકારોને મોટું નુકસાન થયું.

NSDLના શેર ઓગસ્ટ 2025માં લિસ્ટ થવાના પહેલા Unlisted માર્કેટમાં ઘણા રોકાણકારોએ ખરીદ્યા હતા. એ સમયે NSDLના એક શેરનો ભાવ લગભગ ₹1,025 થી ₹1,065 વચ્ચે ચાલી રહ્યો હતો. રોકાણકારોએ ઊંચા ભાવ ભરીને શેર મેળવી લીધા હતા, અને એ પણ ભવિષ્યમાં વધુ નફાની આશા સાથે.

જ્યારે NSDLનો IPO આવ્યો ત્યારે તેનો ઈશ્યૂ પ્રાઈસ ₹760 થી ₹800 નક્કી થયો. ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ₹125 સુધી પહોંચતા એનાલિસ્ટ્સે અપેક્ષા રાખી હતી કે શેર લિસ્ટિંગ સમયે ₹925 સુધી જઈ શકે છે. એટલા માટે ઘણા લોકો ને લાગ્યું કે તેઓ Unlisted માર્કેટથી મોંઘા ભાવમાં શેર લઈને પણ નફો કમાઈ શકે છે. જોકે લિસ્ટિંગ દિવસે આશા કરતાં ઓછી કિંમત સાથે લિસ્ટ થયો હતો.

જ્યારે NSDLનો શેર stock exchange પર લિસ્ટ થયો, ત્યારે તેનું લિસ્ટિંગ પ્રાઈસ ₹880 ની આસપાસ રહ્યું — જે ઈશ્યૂ પ્રાઈસથી તો થોડું વધારે હતું, પણ Unlisted માર્કેટના ભાવ કરતાં ઘણું ઓછું. એટલે જેમણે ₹1,025 જેટલા ભાવમાં Unlisted માર્કેટમાં શેર લીધા હતા, તેમને લિસ્ટિંગના દિવસે જ પ્રતિ શેર ₹145 જેટલું સીધું નુકસાન થયું.

આ કિસ્સો એ સાબિત કરે છે કે Unlisted માર્કેટમાં શેર ખરીદવું હંમેશા ફાયદાકારક સાબિત થતું નથી. ઘણી વખત લોકો GMP અથવા હાઈપના આધાર પર વધુ ભાવ ચૂકવીને pre-IPO શેર ખરીદી લે છે, પણ ત્યારબાદ actual list price તેને ન્યાય આપી શકતી નથી. પરિણામે રોકાણકર્તાઓને નુકસાન ભોગવવું પડે છે.

Unlisted માર્કેટમાં રોકાણ કરતા પહેલા કંપનીના ફંડામેન્ટલ્સ, ઇશ્યૂ પ્રાઈસ અને માર્કેટ મૂલ્યાંકનને સમજવું જરૂરી છે. માત્ર Hype જોઈને શેર ખરીદવાથી બચવું જોઈએ. NSDLના કિસ્સામાં, Unlisted માર્કેટના ઊંચા ભાવમાં શેર લઈને ઘણા રોકાણકારોએ list થયાના દિવસે જ મોટું નુકસાન ઊભું કર્યું.Unlisted શેર ખરીદવામાં ભરપૂર વિચાર કરવો જરૂરી છે. નહીં તો આશાની જગ્યાએ નુકસાન હાથ લાગે — જેમ કે NSDLના શેરમાં ઘણાં રોકાણકારોને લાગ્યું. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, અહીં જાણો
