Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: તાલાલા માર્કેટ યાર્ડમાં ગત વર્ષની સિઝન કરતા આઠ દિવસ પહેલા કેરીનું આગમન

તાલાલા માર્કેટ યાર્ડ ખાતે મોટી માત્રામાં ખેડૂતો પોતાની કેરીનું વેચાણ કરવા માટે પહોંચ્યા હતા, જ્યારે પ્રથમ દિવસે 10 હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 6:41 PM
ગીરની મીઠી મધુર અને વિશ્વવિખ્યાત કેસર કેરીની આજે તાલાલાગીરમા સત્તાવાર રીતે મેંગો માર્કેટયાર્ડમાં એન્ટ્રી થઈ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ત્રણ ગણી કેરીની આવક થતા કેરીના રસિયાઓમાં ખુશીનો માહોલ

1 / 6
તાલાલા મેંગો માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાના ખેતરમાંથી 10 કિલોના પેકિંગમાં કેરીના બોક્સ લાવી રહ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે 10 હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ છે.

2 / 6
ગત વર્ષે 3500 બોક્સ પ્રથમ દિવસે આવ્યા હતા. તેની સરખામણીએ આ વખતે ત્રણ ગણા બોક્સ પ્રથમ દિવસે જ યાર્ડમાં પહોંચ્યા છે. જેના કારણે કેરીનો ભાવ આજે 400થી લઈ અને 800 રૂપિયા સુધીની હરાજીમાં બોલાયા હતા.

3 / 6
મેંગો માર્કેટ યાર્ડ ખાતે ભારે માત્રામાં ખેડૂતો પોતાની કેરીનું વેચાણ કરવા પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેરીની હરાજી નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ કેરીનું બોક્સ ₹21,000માં ગૌશાળાની સેવા માટે અર્પણ કરાયું હતું, ત્યારબાદ 400થી લઈ અને એક હજાર રૂપિયા સુધીની હરાજી શરૂ થઈ હતી.

4 / 6
કેસર કેરીના નિષ્ણાંતોની વાત માનીએ તો આ વર્ષે ત્રણ તબક્કામાં ફલાવરીંગ આવવાથી આ વર્ષે કેરી છેક ચોમાસા સુધી બજારમાં જોવા મળશે અને ક્રમશઃ તેનો ભાવ ₹300થી એક હજાર રૂપિયા સુધીમાં ગ્રાહકો ખરીદી શકશે.

5 / 6
ખેડૂતો પોતાને વ્યાજબી ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ કેસર કેરીની જો આ જ રીતે બમ્પર આવક યાર્ડમાં ચાલુ રહેશે તો વિદેશમાં પણ વધુ માત્રામાં નિકાસની સંભાવનાઓ નિષ્ણાતો જોઈ રહ્યા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">