Nutmeg Water : રાત્રે એક મહિના સુધી જાયફળનું પાણી પીવાના ચમત્કારિક ફાયદા દરેકે જાણવા જરૂરી
જાયફળમાં કેલ્શિયમ, આયર્ન અને મેંગેનીઝ જેવા સમૃદ્ધ ગુણો જોવા મળે છે. જે તમારા શરીરની અનેક સમસ્યા માટે ખૂબ જ ફાયદા કારક છે. તેને રાત્રે પીવાથી ફાયદો થશે.

રાત્રે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે, જાયફળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

જાયફળમાં હાજર મિરિસ્ટિસિન જેવા આવશ્યક તેલ તેમના ન્યુરોપ્રોટેક્ટીવ ગુણધર્મો માટે જાણીતા છે, જે યાદશક્તિમાં સુધારો કરે છે.

જાયફળ પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તેનાથી ગેસ, કબજિયાત અને એસિડિટીથી રાહત મળે છે. જાયફળમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો મોઢાના ચેપ અને શ્વાસની દુર્ગંધને દૂર કરે છે.

જાયફળમાં મિરિસ્ટિસિન અને મેગ્નેશિયમ જેવા સંયોજનો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે અનિદ્રાની સમસ્યામાં રાહત આપે છે.

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર જાયફળનું પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિને વિકસાવવામાં મદદ કરે છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.
