કાનુની સવાલ : શું મહિલાઓ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી શકે છે, જાણો તમારા અધિકારો
જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો આ અધિકાર જાણવા તમારા માટે ખુબ જ જરુરી છે. તો, એકવાર તમે આ અધિકારો જાણી લો, પછી કોઈ તમને ટ્રેનમાંથી ઉતારી શકશે નહીં. ચાલો જાણીએ શા માટે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો તમારી પાસે ટિકિટ નથી. તો તે કેટલી વખત ટીટીઈ મહિલાને પણ નીચે ઉતારી દે છે પરંતુ રેલવેના એક નિયમ મુજબ ટીટીઈ મહિલાને ટ્રેનની નીચે ઉતારી શકતા નથી.

મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે 1989માં રેલવે દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે મુજબ કોઈપણ મહિલાને ટ્રેનમાંથી ઉતરવાની મંજૂરી આપતા પહેલા TTE એ કેટલાક નિયમો અને શરતોનું ધ્યાન રાખવું પડશે.આ આર્ટિકલમાં આજે આપણે 1989ના કાનુન વિશે વિસ્તારથી વાત કરીશું.

આ નિયમ જાણ્યા બાદ મહિલાઓ ટ્રેનથી ઉતરવાની બદલે ટીટીઈ પાસે સુરક્ષા માંગી શકે છે. તો ચાલો જાણીએ.ભારતીય રેલ્વે અધિનિયમ 1989 શું કહે છે? આ કાનુન ટ્રેનમાં સફર કરનારી તમામ મહિલાઓને અધિકાર આપે છે.

તો, તમારી માહિતી માટે, ભારતીય રેલ્વે અધિનિયમ 1989 ની કલમ 139 મહિલાઓના અધિકારો વિશે વાત કરે છે.ભારતીય રેલ્વે અધિનિયમ, 1989ની કલમ 139 મુજબ, જો કોઈ મહિલા કે બાળક રાત્રે ટ્રેનમાં ટિકિટ વિના એકલા મુસાફરી કરી રહ્યા હોય, તો TTE આ કાયદા હેઠળ તેમને દૂર કરી શકતા નથી.

જો કોઈ TTE મધ્યરાત્રિએ કોઈ મહિલાને ટ્રેનમાંથી ઉતારી દે છે, તો મહિલા સંબંધિત રેલ્વે અધિકારી પાસે TTE વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે.જો કોઈ મહિલા ટિકિટ વિના મુસાફરી કરી રહી હોય, તો TTE તેને કોઈપણ સ્ટેશન પર ઉતારી શકશે નહીં. તેને ફક્ત તે જિલ્લા મુખ્યાલય સ્ટેશન પર જ ઉતારી શકાય છે જ્યાં ટ્રેન અવર-જવર થાય છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે ઉતાવળમાં કે અન્ય કારણોસર મહિલાઓ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરે છે. જ્યારે આ ખોટું છે, તો પણ TTE મહિલાઓ કે બાળકોને હેરાન કરી શકતા નથી.

જો કોઈ મહિલા કે બાળક ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હોય, તો TTE દંડ સાથે ટ્રેન ટિકિટ આપી શકે છે, પરંતુ મધ્યરાત્રિએ તેમને ટ્રેનમાંથી ઉતારી શકતા નથી. જોકે, TTE તેમને નીચે ઉતારવાનો આગ્રહ કરી શકે છે.કન્ફર્મ ટિકિટ વિના પણ યાત્રા કરતી મહિલાઓ મુસાફરી કરતી જોવા મળે છે. જો કોઈ મહિલાની ટિકિટ વેટિંગમાં હોય અને તે ટ્રેનમાં ચઢે, તો TTE તેને નીચે ઉતારી શકતો નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
