કાનુની સવાલ : બેંક ખાતામાં નોમિની ઉમેરવું શા માટે મહત્વપૂર્ણ છે? જાણો તે તમારા પરિવારને કાનૂની મુશ્કેલીથી કેવી રીતે સુરક્ષિત રાખે
તમે જોયું હશે કે, જ્યારે પણ આપણે બેંક ખાતું ખોલીએ છીએ, ત્યારે ફોર્મ ભરતી વખતે આપણને "નોમિની" લખેલું એક સેક્શન દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને આવું સેક્શન કેમ મળે છે? ચાલો તેના વિશે વધુ જાણીએ.

બેંકમાં ખાતું હોવું એક સામાન્ય વાત છે. કેટલાક લોકો પોતાનું સેલેરી અકાઉન્ટ ખોલાવે છે તો કેટલાક લોકો સેવિંગ અકાઉન્ટ પરંતુ તમે જોયું હશે કે, જ્યારે આપણે ફોર્મ ભરીએ છીએ તો એક નોમિની સેક્શન હોય છે. ત્યારે આપણે એક એવા વ્યક્તિનું નામ આપવાનું હોય છે. જેનાથી આપણીએ ઈચ્છી કે, આપણા તમામ પૈસા તેને મળે.

પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, અકાઉન્ટમાં નોમિનીનું નામ જોડવું કેમ જરુરી છે. નહી તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

જો જ્યારે કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યું થઈ જાય છે? તો તે વ્યક્તિના બેંકમાં જેટલા પણ પૈસા છે તે કોના થશે. તેમજ આ પૈસા કોને મળશે. આ સવાલનો જવાબ છે નોમિની. જો બેક હોલ્ડરે બેંકમાં લોકર પણ ખોલ્યું છે તો તેના લોકરમાં જેટલી પણ વસ્તુઓ છે તે બધી નોમિને મળશે.

બેંકમાં નોમિનીનું નામ એટલા માટે આપવામાં આવે છે કે,શું આનાથી પરિવાર લાંબી કાનૂની કાર્યવાહીમાં ફસાઈ જશે નહીં. હા, નોમિની વિના, પૈસા અટવાઈ જશે. પરિણામે, પરિવારને બેંકોમાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે અને અસંખ્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.

મોટાભાગના લોકો નોમિની પોતાના નજીકના જેમ કે,પતિ કે પત્ની દીકરી કે પછી માતા-પિતા પોતાના બાળકોને જ નોમિની બનાવે છે. જેને સુરક્ષિત પૈસા મળે. ક્લેમ ત્યારે જ માન્ય રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ મૃતક હોલ્ડરનું ડેથ સર્ટિફિકેટ અને આઈડી પ્રુફ લઈને આવે. બેંક જરુરી તપાસ કર્યા બાદ બેલેન્સ ટ્રાન્સફરમાં કરી દે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- CANVA)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
