AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇન્વર્ટર AC કે કન્વર્ટિબલ AC? જાણો તમારા ઘર માટે કયું છે ‘બેસ્ટ’ અને શેમાં થશે સૌથી વધુ ‘વીજળીની બચત’

ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં એસી (AC)ની માંગ વધી જતી હોય છે પરંતુ ખરીદી કરતી વખતે મોટાભાગના લોકો ઇન્વર્ટર અને કન્વર્ટિબલ AC વચ્ચે મૂંઝવણ અનુભવે છે. આ બંને ટેકનોલોજી વીજળી બચાવવા માટે જ બનાવવામાં આવી છે, છતાં તેમની કામ કરવાની રીત તદ્દન અલગ છે.

ઇન્વર્ટર AC કે કન્વર્ટિબલ AC? જાણો તમારા ઘર માટે કયું છે 'બેસ્ટ' અને શેમાં થશે સૌથી વધુ 'વીજળીની બચત'
| Updated on: May 02, 2026 | 7:05 PM
Share

ઉનાળાની સિઝન આવતાની સાથે જ AC ખરીદવું એક જરૂરિયાત બની જાય છે. હવે બજારમાં એટલા બધા વિકલ્પો હોય છે કે, સાચી પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ઇન્વર્ટર AC અને કન્વર્ટિબલ AC વચ્ચે લોકો અવારનવાર મૂંઝવણમાં મુકાતા હોય છે. બંને વીજળી બચાવવા અને સારી કૂલિંગ માટે બનાવવામાં આવ્યા છે પરંતુ તેમની કામ કરવાની રીત અલગ છે.

શું હોય છે ‘ઇન્વર્ટર AC’?

ઇન્વર્ટર AC રૂમના તાપમાન પ્રમાણે પોતાની મેળે કામ કરે છે. આમાં કોમ્પ્રેસર વારંવાર ઓન-ઓફ થતું નથી પરંતુ તેની સ્પીડ વધ-ઘટ થતી રહે છે. એવામાં જ્યારે રૂમ ઠંડો થઈ જાય છે, ત્યારે તે ધીમી ગતિએ ચાલીને તાપમાન જાળવી રાખે છે. આનાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે અને અવાજ પણ ઓછો આવે છે.

‘કન્વર્ટિબલ AC’ કેવી રીતે કામ કરે છે?

કન્વર્ટિબલ ACમાં તમને જાતે જ કૂલિંગ પાવર (ટન ક્ષમતા) બદલવાનો વિકલ્પ મળે છે. જો રૂમમાં વધુ લોકો હોય અથવા ગરમી વધારે હોય, તો તમે તેને હાઈ મોડ પર ચલાવી શકો છો. આ સિવાય જ્યારે ઓછા લોકો હોય તો તેને લો (Low) મોડ પર ચલાવીને વીજળી બચાવી શકો છો.

વીજળીની બચતમાં કોણ આગળ?

  1. બંને AC વીજળી બચાવવામાં મદદ કરે છે પરંતુ તેની રીત અલગ છે:
  2. ઇન્વર્ટર AC: ઓટોમેટિક રીતે વીજળી બચાવે છે.
  3. કન્વર્ટિબલ AC: આમાં તમારે જાતે સેટિંગ બદલવું પડે છે.
  4. જો તમે કોઈ ઝંઝટ વગર વીજળી બચાવવા માંગતા હોવ, તો ઇન્વર્ટર AC વધુ અનુકૂળ છે.

તમારા રૂમ માટે કયું AC યોગ્ય?

  • ઇન્વર્ટર AC: બેડરૂમ અથવા એવી જગ્યાઓ માટે વધુ સારું છે, જ્યાં સતત અને શાંત કૂલિંગની જરૂર હોય.
  • કન્વર્ટિબલ AC: લિવિંગ રૂમ અથવા એવી જગ્યાઓ માટે કે, જ્યાં લોકોની સંખ્યા બદલાતી રહેતી હોય.

જો તમે સ્થિર કૂલિંગ અને ઓટોમેટિક વીજળીની બચત ઈચ્છતા હોવ, તો ઇન્વર્ટર AC યોગ્ય રહેશે. જો તમે તમારી જરૂરિયાત મુજબ કૂલિંગ કંટ્રોલ કરવા માંગતા હોવ, તો કન્વર્ટિબલ AC એક ઉત્તમ વિકલ્પ છે.

1 ટન કે 1.5 ટન, કયું AC વધુ વીજળી વાપરે છે? ચલાવતા પહેલા આ જાણી લેજો

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">