LSG: લગ્નના કારણે અધવચ્ચે છોડી IPL, હવે લખનૌ ટીમમાં થઈ આ પ્લેયરની એન્ટ્રી, જાણો કોણ છે
લખનૌ ફ્રેન્ચાઇઝી માટે કેટલાક સારા સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર ખેલાડીઓમાંથી એક હવે સિઝનના બાકીના સમય માટે ટીમમાં જોડાયો છે. લખનૌ સુપર જાયન્ટ્સે હરાજી દરમિયાન આ ખેલાડી માટે આક્રમક બોલી લગાવી હતી

2026 IPL સીઝનમાં, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી તેમની 8 મેચમાંથી 6 મેચ હારી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં તળિયે છે. આ સંઘર્ષ વચ્ચે, લખનૌ ફ્રેન્ચાઇઝી માટે કેટલાક સારા સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર ખેલાડીઓમાંથી એક હવે સિઝનના બાકીના સમય માટે ટીમમાં જોડાયો છે. લખનૌ સુપર જાયન્ટ્સે હરાજી દરમિયાન આ ખેલાડી માટે આક્રમક બોલી લગાવી હતી.(ફોટો ક્રેડિટ-GOOGLE)

2026 IPL સીઝનના મધ્યમાં, ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસ સત્તાવાર રીતે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં જોડાયો છે અને સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચથી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. (ફોટો ક્રેડિટ-GOOGLE)

IPL હરાજી પહેલાં, ઇંગ્લિસે ફ્રેન્ચાઇઝીને તેના લગ્નના કારણે તેની મર્યાદિત ઉપલબ્ધતા વિશે જાણ કરી હતી. આમ છતાં, હરાજી દરમિયાન તેની માગ ખૂબ જ વધી ગઈ. ઈંગ્લીસની સેવાઓ માટે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે જોરદાર હરાજી ચાલી હતી; હૈદરાબાદે ₹8.4 કરોડ સુધીની બોલી લગાવી, પરંતુ લખનૌએ આખરે તેને ₹8.6 કરોડમાં ખરીદ્યો હતો.(ફોટો ક્રેડિટ-GOOGLE)

જોશ ઈંગ્લીસના લગ્ન 18 એપ્રિલના રોજ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના માર્ગારેટ રિવરમાં થયા હતા અને તે હવે IPLમાં રમવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, પંજાબ કિંગ્સ માટે રમતી વખતે તેણે 11 ઇનિંગ્સમાં 278 રન બનાવ્યા હતા, જેમાં સરેરાશ 30.88 અને 162.57નો સ્ટ્રાઈક રેટ રહ્યો હતો. (ફોટો ક્રેડિટ-GOOGLE)

આ પ્લેયર હવે LSGની સંઘર્ષશીલ બેટિંગ લાઇનઅપને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. ટીમ આગામી દિવસોમાં મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ સામે મેચ રમવાની છે કારણ કે તેઓ તેમની સીઝન પાછી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે.(ફોટો ક્રેડિટ-GOOGLE)

બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન મેથ્યુ બ્રીટ્ઝકે વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટ છોડીને ઘરે પરત ફર્યા છે. અહેવાલો અનુસાર, તેમની પત્નીના નજીકના પરિવારના સભ્યનું અવસાન થયું છે. 26 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા જ તેણે ટીમ છોડી દીધી હતી. હાલમાં તે સ્પષ્ટ નથી કે તે ટુર્નામેન્ટમાં પાછો ફરશે કે નહીં; આ લખનૌ સુપર જાયન્ટ્સ માટે મોટો ફટકો છે.(ફોટો ક્રેડિટ-GOOGLE)
‘લવ યુ, ડાર્લિંગ’… સાક્ષી કે દીકરી ઝીવા નહીં, આ વ્યક્તિએ ખુલ્લેઆમ MS Dhoni ને કહ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
