AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક પણ છગ્ગો માર્યા વિના IPL સિઝનમાં બનાવ્યા 260 રન, આજસુધી નથી તૂટ્યો રેકોર્ડ

Most Runs In IPL Season Without Hitting Six: ચાહકોને IPLમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળે છે. જોકે, એક ખેલાડી એવો છે જેણે આખી સિઝન દરમિયાન એક પણ સિક્સર ફટકારી ન હતી. તેમ છતાં, તે 250 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. 13 વર્ષ બાદ પણ આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.

| Updated on: May 01, 2026 | 5:06 PM
Share
દર વર્ષે, IPL ચાહકો રોમાંચક મેચો જુએ છે, જ્યાં ખેલાડીઓ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરે છે. જોકે, 2013 માં એક ખેલાડીએ એવું પ્રદર્શન કર્યું જે તમને આશ્ચર્યચકિત કરશે. આ રેકોર્ડ IPL સિઝનમાં છગ્ગા માર્યા વિના સૌથી વધુ રન બનાવવાનો છે.

1 / 5
એક જ IPL સિઝનમાં છગ્ગો ફટકાર્યા વિના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મનદીપ સિંહના નામે છે. 2013માં મનદીપ સિંહે પંજાબ માટે 16 મેચ રમી હતી. આ સિઝનમાં તેણે છગ્ગો ફટકાર્યા વિના 260 રન બનાવ્યા હતા. તેણે કુલ 36 ચોગ્ગા ફટકાર્યા હતા.

2 / 5
મનદીપ સિંહ 2009 થી 2023 સુધી IPL રમ્યો હતો. આ દરમિયાન તેણે 111 મેચ રમી અને 20.80 ની સરેરાશથી 1706 રન બનાવ્યા. તેણે તેની IPL કારકિર્દી દરમિયાન કુલ 176 ચોગ્ગા અને 38 છગ્ગા ફટકાર્યા.

3 / 5
મનદીપ સિંહ ભારતીય ક્રિકેટ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. તેણે 2016 માં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. મનદીપે તે શ્રેણીમાં કુલ ત્રણ T20 મેચ રમી હતી. તે મેચોમાં તેણે 43.50 ની સરેરાશથી 87 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જોકે, તે પછી મનદીપ ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મજબૂત કરો શક્યો નહીં.

4 / 5
મનદીપ સિંહની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે 105 ફર્સ્ટ-ક્લાસ મેચ, 137 લિસ્ટ A મેચ અને 214 T20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 6,965 રન, લિસ્ટ A ક્રિકેટમાં 4,180 અને T20 ક્રિકેટમાં 4,043 રન બનાવ્યા છે. (PC:Getty)

5 / 5

Breaking News: IPLમાં ટીમ માલિકો પૈસા કેવી રીતે કમાય છે? જાણો આખું ગણિત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">