AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી; પોલીસ કેસ બાદ કહ્યું – “મેં તો રીલ બનાવી હતી”

ભરૂચ : જંબુસરમાં હાર પચાવી ન શકનાર ભાજપ ઉમેદવારે તલવાર સાથે ધમકી આપવાના મામલે આરોપીએ યુ ટર્ન લીધો છે.પોલીસે મામલે ગુનો દાખલ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

| Updated on: May 02, 2026 | 1:07 PM
Share

ભરૂચ : જંબુસરમાં હાર પચાવી ન શકનાર ભાજપ ઉમેદવારે તલવાર સાથે ધમકી આપવાના મામલે આરોપીએ યુ ટર્ન લીધો છે. ભાજપ નો ખેસ પેહરી હાથમાં તલવાર સાથે દહેગામમાં પાણી પુરવઠો અટકાવવાની ચીમકી આપતો મેસેજ અને વિડીયો વાયરલ કરવાની ઘટના ધમકી નહિ પણ સોસીયલ મીડિયામાં ફેમસ થવાની હોડ હોવાની કેફિયત કાવી બેઠકના પરાજિત ઉમેદવાર શકીલ ખાલીદ અહેમદ મલેકએ રજૂ કરી છે જોકે પોલીસે મામલે ગુનો દાખલ કરી પિતા પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ કેસ બાદ રીલ બનાવ્યાનું ફેરવી તોળ્યું?

સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે અને લોકોમાં ભય પેદા કરવા માટે જોખમી રીલ્સ બનાવનારા ઉમેદવાર સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરી છે. જંબુસર તાલુકાના દેગામ ગામે જાહેર સ્થળે તલવાર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પિતા-પુત્ર સામે કાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના શું છે?

પોલીસસુત્રો અનુસાર ગત તારીખ ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ દેગામ ગામના બસ સ્ટેશન પર શકીલ ખાલીદ અહેમદ મલેક (ઉં.વ. ૨૬) અને તેના પિતા ખાલીદ અહેમદ મલેક (ઉં.વ. ૫૦) એ હાથમાં તલવાર ધારણ કરી વીડિયો અને ફોટા પાડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

મામલાએ રાજકીય રંગ પકડયો છે

ભાજપનો ખેસ પહેરી હાથમાં તલવાર સાથે પરાજયનો બદલો લેવા પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપતો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. કાવી તાલુકા પંચાયત બેઠક પર થયેલા પરાજય બાદ આ મામલો સામે આવ્યો હતો. શકીલ ખાલિદ અહેમદ મલેકના પરાજય બાદ આ વીડિયો અને મેસેજ વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો હતો. ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ શરૂ કરી હતી. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આપ જિલ્લા પ્રમુખે કહ્યું કે ભાજપ વિજેતા ઉમેદવારો અને મતદારોમાં ભય ફેલાવવા માંગે છે. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ ભાજપ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સમગ્ર મામલે સ્થાનિક રાજકારણમાં તણાવનો માહોલ સર્જાયો છે.

પોલીસ કાર્યવાહી

કાવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જયવંતસિંહએ આ વીડિયો અંગે બંને ઇસમોની પૂછપરછ કરી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ માત્ર ‘રીલ્સ’ બનાવવા માટે આ તલવારોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે તલવારો કબ્જે કરી છે.

આ કલમો હેઠળ ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયાર બંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેનો ભંગ કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩(બી) અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫(૩) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ કાવી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Breaking News : ભરૂચમાં સત્તા હાંસલ કર્યા બાદ હવે સિંહાસન માટે જંગ : પ્રમુખપદ મેળવવા દાવેદારોમાં દોડધામ

Follow Us
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">