AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, યુવા-અનુભવી ખેલાડીઓનું કોમ્બિનેશન

વુમન્સ T20 વર્લ્ડ કપની સાથે ટેસ્ટ મેચ માટે પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની યોજાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. ટીમમાં યુવા-અનુભવી ખેલાડીઓનું સારું કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે.

Breaking News: ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, યુવા-અનુભવી ખેલાડીઓનું કોમ્બિનેશન
Indian womens team for Test vs EnglandImage Credit source: X/BCCI
| Updated on: May 02, 2026 | 8:01 PM
Share

BCCI એ ઈંગ્લેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ 10 થી 13 જુલાઈ દરમિયાન લંડનના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ટીમની કમાન હરમનપ્રીત કૌર સંભાળશે, જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટનની જવાબદારી નિભાવશે.

ભારતીય મહિલા ટેસ્ટ ટીમની જાહેરાત

આ ટીમમાં કેટલાક નવા અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જેમાં ઝડપી બોલર નંદિની શર્મા અને ડાબોડી સ્પિનર શ્રી ચારણીનો સમાવેશ થાય છે. નંદિનીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી, જ્યારે શ્રી ચારણી માટે પણ આ ટેસ્ટ નવી તક સાબિત થશે. આ નિર્ણય ટીમ મેનેજમેન્ટની ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલો લાગે છે.

અનુભવી ખેલાડીઓની વાપસી

અનુભવી ખેલાડીઓમાં સ્નેહ રાણા, હરલીન દેઓલ અને પ્રતિકા રાવલની વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓને વર્લ્ડ કપ સ્ક્વોડમાંથી બહાર રાખવામાં આવી છે, પરંતુ હવે ફરી તક મળતાં તેઓ પોતાનું સ્થાન મજબૂત કરવા ઉત્સુક રહેશે. વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લાંબા સમયની ઈજાથી પરેશાન હતી અને સાજા થયા બાદ ટીમમાં પરત ફરી છે, જે ટીમ માટે મહત્વપૂર્ણ ઉમેરો છે. તેની હાજરી બેટિંગ અને વિકેટકીપિંગ બંનેમાં સંતુલન લાવશે.

ટેસ્ટ ટીમમાં ત્રણ ફેરફારો કરવામાં આવ્યા

પાછલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમની સરખામણીમાં આ વખતે ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે. વૈષ્ણવી શર્મા, ઉમા છેત્રી અને અમનજોત કૌરની જગ્યાએ નંદિની શર્મા, યાસ્તિકા ભાટિયા અને શ્રી ચારણીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ફેરફારો ટીમના કોમ્બિનેશનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યા છે.

ભારત-ઈંગ્લેન્ડ મહિના ટીમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 15 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે ત્રણ જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડે માત્ર એક જ મેચ જીતી છે. બાકીની 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે, જે બંને ટીમોની ટક્કરનું સંતુલન દર્શાવે છે. હવે લોર્ડ્સ ખાતે રમાનારી આ ટેસ્ટ મેચમાં ભારત જીતનો રેકોર્ડ વધુ મજબૂત કરવા ઉત્સુક રહેશે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટે ભારતની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, પ્રતિકા રાવલ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરાણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદિની શર્મા, હરલીન દેઓલ, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌર, સયાલી સતઘરે, સ્નેહ રાણા.

Breaking News: મુંબઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">