AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગોત્રી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી, એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી-Video

Breaking News: ગોત્રી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી, એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી-Video

| Updated on: May 02, 2026 | 1:48 PM
Share

ગોત્રી હોસ્પિટલમાં વધુ એક વખત ચોંકાવનારી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીને ભૂલથી અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દેવામાં આવી હતી

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં હજુ લાસ સળવાનો મામલો ઠંડો થયો નથી અને વધુ એક વખત ચોંકાવનારી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીને ભૂલથી અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી દેવામાં આવી હતી, જેના કારણે હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઊભા થયા છે.

એક દર્દીના બ્લડ ગ્રુપની બોટલ બીજા દર્દીને ચઢાવાઈ

ઘટના દરમિયાન એક સાથે બે દર્દીઓ માટે લોહી મંગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટાફની બેદરકારીને કારણે ખોટી બોટલ દર્દીને ચઢાવવામાં આવી ગઈ. જોકે, થોડા જ સમયમાં આ ભૂલનો ખ્યાલ આવતા તાત્કાલિક પગલાં લેવાયા અને બ્લડ ટ્રાન્સફ્યુઝન અટકાવી દેવામાં આવ્યું.

તાત્કાલિક સારવાર આપતા દર્દીનો જીવ બચ્યો

ડૉક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવતા દર્દીનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળે છે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જણાવાયું છે. આ ઘટનાને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ ફેલાયો છે અને હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વારંવાર આવી બેદરકારીના બનાવો સામે આવતા આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

સમગ્ર મામતે તપાસ હાથ ધરાઈ

આ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પ્રાથમિક તબક્કે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે આરોગ્ય વિભાગ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ રિપોર્ટ માગી શકે છે. નિષ્ણાતોના મત મુજબ, બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પ્રોટોકોલનું કડક પાલન જરૂરી છે, નહિતર આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે અને દર્દી સુરક્ષા માટે વધુ કડક વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે.

Breaking News : સૌથી મોટા સમાચાર, Petrol-Diesel ના ભાવ ટૂંક સમયમાં વધવાની શક્યતા! ગુજરાતમાં પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: May 02, 2026 01:10 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">