કર્મચારીઓની જીત! સિવિલ હોસ્પિટલમાં હડતાળનો અંત, 200 કર્મીઓ ફરી કામ પર પરત ફર્યા – જુઓ Video
રાજકોટની PDU સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારીઓની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. પગાર અને પીએફની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી પરેશાન 200 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરતા હોસ્પિટલની કામગીરી પર અસર પડી હતી.
રાજકોટની PDU સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. પગાર અને પીએફ (PF) જેવા મહત્વના પ્રશ્નોને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અંદાજે 200 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓની આ હડતાળને કારણે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું હતું.
તંત્ર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે સકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું છે. હોસ્પિટલ પ્રશાસને ખાતરી આપી છે કે, કર્મચારીઓના તમામ પ્રશ્નો અને મુદ્દાઓ પર સવિસ્તાર ચર્ચા કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. તંત્ર તરફથી મળેલી આ ખાતરી બાદ કર્મચારીઓએ આખરે હડતાળ પાછી ખેંચી છે.
Breaking News: MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને PM મોદીના પાઠ, નવા 4 કોર્સને મળી મંજૂરી – જુઓ Video
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
