ગબ્બર માર્ગે અમદાવાદના શ્રદ્ધાળુઓની ગાડીઓ પર હુમલો, લૂંટના ઈરાદે અસામાજિક તત્વોનો આતંક – જુઓ Video
અંબાજી દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ માટે એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. અંબાજી નજીકના રસ્તાઓ પર મુસાફરોની ગાડીઓ પર પથ્થર ફેંકવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે યાત્રિકોમાં થોડો ભય જોવા મળી રહ્યો છે.
અંબાજી યાત્રાધામ પાસે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અંબાજીના ગબ્બર અને હડાદ માર્ગ પર લૂંટના ઈરાદે અસામાજિક તત્વો દ્વારા શ્રદ્ધાળુઓની ગાડીઓ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખાસ કરીને અમદાવાદથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓની ત્રણ કારને નિશાન બનાવવામાં આવી હતી.
આ ભયાનક અનુભવ બાદ શ્રદ્ધાળુઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને સ્થાનિક પોલીસ અને તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે રોષ ઠાલવ્યો છે. વારંવાર બનતી પથ્થરમારાની આવી ઘટનાઓને પગલે યાત્રિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રદ્ધાળુઓએ માગ કરી છે કે, હડાદ-અંબાજી તેમજ દાંતા-અંબાજી માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. વધુમાં આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે.
કર્મચારીઓની જીત! સિવિલ હોસ્પિટલમાં હડતાળનો અંત, 200 કર્મીઓ ફરી કામ પર પરત ફર્યા – જુઓ Video
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
