Breaking News: MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને PM મોદીના પાઠ, નવા 4 કોર્સને મળી મંજૂરી – જુઓ Video
વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. MS યુનિવર્સિટીમાં નવા 4 કોર્સને મંજૂરી મળી છે.
વડોદરાની પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભ્યાસ કરશે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્ટડીઝે તાજેતરમાં 4 નવા કોર્સને મંજૂરી આપી છે, જે આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી (સમાજશાસ્ત્ર) વિભાગમાં ભણાવવામાં આવશે.
આ નવા અભ્યાસક્રમમાં ખાસ કરીને ‘સોશિયોલોજી પેટ્રિઓટિઝમ’ વિષય હેઠળ ‘RSSને જાણો’ નામના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સંઘની વિચારધારા અને તેના સામાજિક પ્રદાન વિશે શીખવવામાં આવશે. આ ઉપરાંત, ‘મોદી તત્ત્વ’ નામના કોર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ, તેમના નેતૃત્વના ગુણો અને દેશના વિકાસમાં તેમના ફાળા અંગે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે. યુનિવર્સિટીના આ નિર્ણયથી આગામી શૈક્ષણિક સત્રમાં સામાજિક તેમજ રાજકીય અભ્યાસના ક્ષેત્રે નવા વિષયોનો ઉમેરો થશે.
‘ગ્રાન્ટ’ શું તમારા વડવાઓ આપી ગયા છે ? જનતાને ભીખારી સમજવાની ભૂલ કરનારા સાંસદનો અહંકાર રોળાયો, ભાજપના ગઢમાં કોંગ્રેસનો ‘પંજો’ મજબૂત
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
