નહીં સુધરે જગત જમાદાર! મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો, અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકા દ્વારા ઇઝરાયેલને અનેક ટન સૈન્ય સાધનો અને હથિયારો મોકલવામાં આવ્યા છે, જેના કારણે ઈરાન પર સંભવિત હુમલાની શક્યતા વધી છે.
અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ઈરાન સામે સૈન્ય નિર્માણ થઈ રહ્યું છે, જે મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા વધારી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકાએ ઇઝરાયેલને નોંધપાત્ર પ્રમાણમાં સૈન્ય સાધનો અને હથિયારો મોકલ્યા છે. વિમાન જહાજો દ્વારા અનેક ટન વેપન ઇઝરાયેલ પહોંચાડવામાં આવ્યા છે, જે સંભવિત “ઓપરેશન ઈરાન” તરફ સંકેત આપે છે.
આ તૈયારીઓ સૂચવે છે કે એક મોટો અને વધુ પ્રચંડ સૈન્ય સંઘર્ષ જોવા મળી શકે છે. મળતી માહિતી અનુસાર, અમેરિકા અને ઇઝરાયેલ બંને મળીને ઈરાન પર ઘાતકી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે શાંતિ વાર્તાઓની શક્યતાઓ એક તરફ રહી ગઈ છે અને મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા પહેલા કરતા વધુ તેજ બન્યા છે. આ સૈન્ય સહાય અને સંયુક્ત હુમલાની તૈયારીઓથી પ્રાદેશિક તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે.
Petrol-Diesel Price Hike : ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું


