Breaking News: હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ Video
મુંબઈમાં હાઈટેન્શન લાઈન પર યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. જ્યાં એક યુવક રેલવેની હાઈટેન્શન વાયરના થાંભલે ચડી ગયો હતો. આ ઘટનાના કારણે હાર્બર લાઈન રેલવે સેવા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી.
હાઈટેન્શન લાઈનમાં ઇલેક્ટ્રિક કરંટ હોય છે. થાંભલા પર ચડવાથી કે નજીક જવાથી કરંટ લાગવાની કે મોત થવાની પૂરી શક્યતા હોય છે. જો કે આ વાતને ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી, આવી જ એક ઘટના મુંબઈથી સામે આવી છે. જ્યાં એક યુવક રેલવે હાઈટેન્શન લાઈનના થાંભલે ચડ્યો હતો.
રેલવેનું સંચાલન થયું બંદ
રિપોર્ટ મુજબ, લગભગ અડધો કલાક સુધી યુવક થાંભલે બેસેલો રહ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઈલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. આ ઘટનાના કારણે હાર્બર લાઈન પર રેલવે સેવા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. રેલવેનું સંચાલન બંદ થયું હતું જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
વારંવાર બનતી ઘટનાથી રેલવે તંત્ર ચિંતિત
આ પહેલાં પણ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં આવી જ ઘટના બની હતી. જેમાં એક યુવક હાઈટેન્શન લાઈનના થાંભલે ચડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે લગભગ બે કલાક સુધી રેલવે સેવા ખોરવાઈ હતી. વારંવાર આવી ઘટનાઓ બનતા રેલવે તંત્રની ચિંતા વધી રહી છે. અધિકારીઓ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી જોખમી હરકતો કરવાથી દૂર રહે.
