કાનુની સવાલ : જો લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન બાળકનો જન્મ થાય, તો બાળકના શું અધિકારો છે?
ભારતમાં લિવ ઈન રિલેશનશિપને પ્રત્યક્ષ રુપમાં કાયદા દ્વારા માન્યતા આપવામાં આવી નથી પરંતુ સુપ્રીમ કોર્ટે આને (legal cohabitation) માન્યું છે. જો પુરુષ અને મહિલા લાંબા સમય સુધી એક-બીજા સાથે પતિ-પત્ની તરીકે રહે છે. તો તેને Presumed Marriage માનવામાં આવે છે.

આપણે કેટલાક જજમેન્ટ વિશે વાત કરીએ તો.Indra Sarma v. V.K.V. Sarma (2013) 15 SCC 755 સુપ્રીમકોર્ટે કહ્યું કે, લિવ ઈન રિલેશનશિપ કોઈ ગુનો નથી અને જો લાંબા સમય સુધી ચાલે છે, તો તેને લગ્નની જેમ ગણવામાં આવશે.

હવે આપણે લિવ-ઈન રિલેશનશીપમાં જન્મેલા બાળકોના અધિકારો વિશે વાત કરીએ તો.વૈધતા Such children are considered legitimate જો માતા-પિતાની લિવ ઈન રિલેશશિપને સામાજિક રુપથી લગ્ન જેમ માનવામાં આવે છે.

Bharatha Matha & Anr. v. R. Vijaya Renganathan & Ors (2010) 11 SCC 483 સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપથી જન્મેલા બાળકો"legitimate"માનવામાં આવશે. ભલે માતા-પિતાએ કાયદાકિય રીતે લગ્ન ન કર્યા હોય.

માતા-પિતાની સંપત્તિમાં આ બાળકોના અધિકારો વિશે આપણે વાત કરીએ તો. આવા બાળકોને માતા અને પિતા બંન્નેની સંપત્તિમાં અધિકાર મળી શકે છે.

Revanasiddappa v. Mallikarjun (2011) 11 SCC 1 સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપથી જન્મેલા બાળકો પિતાની સંપત્તિનો વારસદાર બની શકે છે. જો પિતાની સંપત્તિ (self-acquired) હોય અને (ancestral) ન હોય.

પરંતુ જો પિતાની સંપત્તિ self-acquired છે અને જો પિતાએ કોઈ વસિયત ન બનાવી હોય, તો વિવાદ થવાની શક્યતા રહે છે.ભરણપોષણની આપણે વાત કરીએ તો. આવા બાળકો માતા કે પિતા બંન્ને પાસેથી ભરણપોષણ મેળવવાનો કાનુની અધિકાર છે.

Section 125 CrPC (Criminal Procedure Code) આ સેક્શન હેઠળ "illegitimate" કે "legitimate" બંન્ને બાળકોને ભરણપોષણ મેળવવાનો હક છે. જ્યાં સુધી તે વ્યસ્ક ન બને (જો વિકલાંગ છે તો જીવનભર)

હિન્દુ લો (Hindu Succession Act, 1956)માં સુધારા પછી, જો માતાપિતા લાંબા સમયથી એકબીજા સાથે રહેતા હોય તો આવા બાળકોને પણ મિલકતના વારસદાર ગણવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
